લાલપુર બાયપાસ ઓવરબ્રિજ કામગીરી માટે નડતરરૂપ દબાણો હટાવવા ઓપરેશન ડીમોલીશન શરુ

સવારથી મનપાની એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી શરુ

લાલપુર બાયપાસ ઓવરબ્રિજ કામગીરી માટે નડતરરૂપ દબાણો હટાવવા ઓપરેશન ડીમોલીશન શરુ

Mysamachar.in:જામનગર

જામનગર મનપા દ્વારા લાલપુર બાયપાસ ચોકડી નજીક દરરોજની ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે અને અકસ્માતના બનાવો ઘટાડી શકાય તે માટે ઓવરબ્રિજનું નિર્માણકાર્ય શરુ કરવામાં આવ્યું છે, ત્યારે ઓવરબ્રિજની કામગીરીમાં નડતરરૂપ દબાણો દુર કરવાની કાર્યવાહી કમિશ્નર ડી.એન.મોદીની સુચનાથી નાયબ કમિશ્નર બી.એન.જાનીના માર્ગદર્શન હેઠળ મનપાની એસ્ટેટ શાખા દ્વારા આજે લાલપુર બાયપાસ ચોકડીથી ખંભાલીયા બાયપાસ તરફ જતા રસ્તા પર એપલ ગેટ સુધી નડતરરૂપ દબાણો દુર કરવાની કાર્યવાહીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

એસ્ટેટ અધિકારી એન.આર.દીક્ષિતે આપેલ વિગતો મુજબ લાલપુર બાયપાસ ચોકડી નજીક ઓવરબ્રીજ બનાવવાની કામગીરી શરુ થઇ છે ત્યારે ઓવરબ્રિજ કામગીરી માટે નડતરરૂપ દબાણો દુર કરવાનું એસ્ટેટ વિભાગ દ્વારા શરુ કરાયું લાલપુર બાયપાસથી ખંભાલીયા બાયપાસ તરફ જતા રસ્તા પર ડીમોલીશન કાર્યવાહી 60 મીટરના એરિયામાં આવતા દીવાલો, રેકડીઓ, કેબીનો સહીત દુર કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે જે બપોર સુધીમાં પૂર્ણ થઇ જશે.