પ્રોટીન પ્રોડક્ટ ખોલતા નીકળ્યો 4 કિલો કોકેઇનનો જથ્થો

તાજેતરમાં જ NCB એ વાપીવલસાડમાંથી એક એમડી ડ્રગ્ઝની ફેક્ટરી ઝડપી હતી

પ્રોટીન પ્રોડક્ટ ખોલતા નીકળ્યો 4 કિલો કોકેઇનનો જથ્થો

Mysamachar.in-અમદાવાદ

તાજેતરમાંજ NCBએ વાપી વલસાડ નજીકથી એમડી ડ્રગ્ઝ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડી અને લાખોની રોકડ અને એમડી ડ્રગ્ઝનો જથ્થો ઝડપી પાડ્યા બાદ NCB ને વધુ એક સફળતા મળી છે, જેમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 4 કિલોથી વધારે કોકેઇન ડ્રગ્સ લઈને આવતા આફ્રિકન નાગરિકને પકડ્યો છે .પકડાયેલ આરોપી સામે અગાઉ લુક આઉટ સર્ક્યુલર પણ બહાર પડયું હતું.

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિદેશી નાગરિક આજે મોટા પ્રમાણમાં કોકેન ડ્રગ્સ લઈને આવી રહ્યો હોવાની ગુજરાત એનસીબી ટીમને માહિતી હતી. જેના આધારે  ડેરિક પિલ્લેઇ નામનો યુવક 11 મી ઓગસ્ટે જોહનીસબર્ગ ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠો હતો. અને અમદાવાદ આવવાનો હતો. આ અગાઉ તેની સામે  લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું. NCB એ તેની પાસે રહેલા સમાન તપાસતા પ્રોટીન સપ્લીમેન્ટના પેકેટ મળી આવતા શંકા ઉભી થઇ હતી.

બાદ ઉંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે આરોપીએ પેકેટના સિલ ખોલીને કોકેઇન ડ્રગ્સ ભર્યું હતું.  હાલ તો અમદાવાદમાં આવેલ વિદેશી નાગરિક પાસેથી મળી આવેલા કોકેઇનના 4 કિલો જેટલા જથ્થા બાદ NCBનું માનવું છે કે આગામી દિવસોમાં કોકેઇનની ઇન્ટરનેશનલ કેરિયરની વધુ સ્ફોટક વિગત બહાર આવી શકે છે. NCB એ મોટી માત્રામાં કબ્જે કરવામાં આવેલ આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજીત કિંમત કરોડો રૂપિયા થાય છે.