ઓનલાઇન ખરીદીએ લોકલમાર્કેટને પહોચાડી મોટી અસરો...

બજારોમાં દેખાતી ઘરાકીમાં ખરીદદાર કેટલા...?

ઓનલાઇન ખરીદીએ લોકલમાર્કેટને પહોચાડી મોટી અસરો...
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર

છેલ્લા કેટલાય વર્ષોથી ઓનલાઇન ખરીદીઓ વધતા સ્થાનીક માર્કેટને ખુબ સહન કરવુ પડે છે  એક તરફ મંદીનો મારને બીજી તરફ આ ઓનલાઇન માર્કેટના બેવડા મારના કારણે વેપારીઓએ ખુબ જ વિરોધ કર્યો છે છતા તે વિરોધ બેઅસર રહે છે, જે ગ્રાહકો છે તેમાંથી 40 ટકા જેટલા તો ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે જેમાંથી 70 ટકાથી વધુ લોકો ઓનલાઇન ખરીદી કરે છે જેના કારણે નાના મોટા શહેરોના વેપારીઓના વેપાર ધંધા ઉપર અસર થાય એ સ્વાભાવિક છે,એક તરફ મંદીનો માર છે બીજી તરફ મોંઘવારી અને મેન્ટેનન્સ તેમજ સ્ટાફ સહિતનો ખર્ચ કરીને વેપારી શોરૂમ બનાવે કે દુકાન બનાવે તેને તો હાજર સ્ટોકમા સંપુર્ણ રેન્જ રાખવી પડે તો જ ગ્રાહકોને ચોઇસ મળે ( જો કે ઘણા વેપારીઓ માલ આવકમા જ છે અઠવાડીયા પછી તપાસ કરજો તેવુ મીઠુ બોલી ગ્રાહકની બે ત્રણ વખત ઇન્ક્વાયરી આવ્યે માલ મંગાવતા હોય તે વાત અલગ છે)

એકંદર ઓનલાઇનવાળાઓને વસ્તુ ગ્રાહકને રવાના કરવા સિવાય બીજા વેપારીઓની જેમ ટ્રાન્સપોર્ટેશન ખોટુ રોકાણ સર્વિસ આપવી સમય આપવો રેન્જ હાજર જ રાખવી વગેરે અનેક કડાકુટ નથી હોતી વળી મોટી કંપનીના શોરૂમ મહાનગર સિવાય ન હોવાથી તાલુકા અને ગ્રામ્ય પ્રજા શહેરોમા જવાને બદલે ઓનલાઇન ખરીદી કરે છે, અને એકંદર હાલ સ્થાનિક વેપારને પચાસ ટકા જેટલો માર પડવા સુધી સ્થિત પહોંચી છે,એટલે જ હવે તહેવારોમા માર્કેટમા ખાસ ખરીદી દેખાય નહી ઉપરથી મંદી મોઘવારી બેરોજગારી તો માર્કેટમા રોનક ન હોવાના કારણ તો છે જ પરંતુ એકંદર જિલ્લાવાર વેપારીઓના કરોડો રૂપિયાના ધંધા ઓનલાઇન સર્વિસ આપનાર ઝુંટવી રહ્યાનો વેપારીઓનો બળાપો છે.

-ગ્રાહકોના સારા નરસા અનુભવો

ખાસ તો યંગ જનરેશન જુદા-જુદા કારણોસર ઓનલાઇન ખરીદી તરફ જ વળી છે, જ્યારે વયસ્કો પ્રૌઢો વગેરે નજર સામે વસ્તુ જોઇ ખરીદવાના આગ્રહી રહે છે તો જ ખરીદીનો સંતોષ થાય છે બીજી તરફ ઇલેક્ટ્રોનીક્સ અને ઇલેક્ટ્રીક તેમજ ટેકનોલોજી રીલેટેડ નાની મોટી ચીજવસ્તુઓ ઓનલાઇન વધુ રેન્જ સાથે સસ્તી પડતી હોવાનુ અમુક ગ્રાહકો જણાવે છે, જોકે એ વાત જુદી છે કે હવે તો સ્લીપર પણ લોકો ઓનલાઇન મંગાવતા થયા છે એકંદર સસ્તુ ઘેર બેઠા યોગ્ય ન હોય તો બદલી આપવાની સુવિધા અને ઘણાખરા (દરેકમા નહી) ક્વોલીટીના કારણે ઓનલાઇન ખરીદી વધે છે, તો બીજી તરફ ઓનલાઇન ખરીદીથી નુકસાન થતુ હોય ક્યારેક ક્વોલીટી ન હોય ભળતી વસ્તુ હોય માપસાઇઝ કલર વગેરેમા ફરક આવે અમુક સર્વિસ ચાર્જ વધુ લે ( જોકે હવે મોટાભાગની કંપનીઓ ધીમે ધીમે સર્વિસ ચાર્જ ઘટાડતા કે બંધ કરતા જાય છે) ગેરંટી વોરંટી ન હોય કે તેના લગત પાર્ટસ મેચીગ વગેરે બાદમા ન મળતા હોય વગેરે કડવા અનુભવ પણ કરતા હોવાનુ જણાવે છે.