જામનગરના એક મહિલા તબીબ સાથે આ રીતે થઇ ઓનલાઈન છેતરપીંડી અને ઉપડી ગયા નાણા

તમે પણ ચેતજો કોઈને પણ ફોનના એક્સેસ ના આપવા 

જામનગરના એક મહિલા તબીબ સાથે આ રીતે થઇ ઓનલાઈન છેતરપીંડી અને ઉપડી ગયા નાણા

Mysamachar.in-જામનગર:

આજના સમયમાં ક્યાય દુર બેસેલા ગઠીયાઓ ફોન પર વાતો કરી અને સારા સમજુ શિક્ષિત લોકોને પણ પોતાની વાતોમાં ફસાવી લીધા બાદ તેના કોમ્પ્યુટર અને ફોનના એક્સેસ મેળવી જે તે વ્યક્તિની નજર સામે જ છેતરપીંડી કરી લે છે માટે પહેલા તો કોઈને તમારા ફોનના એક્સેસ આપવા જ ના જોઈએ તે વાત દરેક વ્યક્તિએ યાદ રાખવી જોઈએ જામનગરના એક મહિલા તબીબ સાથે પણ આવી જ રીતે ઓનલાઈન છેતરપીંડી થવા પામી છે. ઈનોવા કાર બુક કરી દેવાના નામે ભેજાબાજ શખ્સોએ મોબાઈલ એપ દ્વારા તબીબના બેંક એકાઉન્ટમાંથી એક લાખથી વધુની રકમ ટ્રાન્સફર ચાઉ કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે ચઢી છે,


પોલીસ મથકે નોંધાયેલ વિગતો પર નજર કરીએ તો શહેરના સુમેર ક્લબ રોડ પર આવેલ વિક્લપ નર્સીગ હોમમાં રહેતા મહિલા તબીબ કલ્પનાબેન વીપીનભાઇ મોહનલાલ શાહને કોઈ અજાણ્યા સખ્સે પોતાના મોબાઈલ ફોન પર ફોન કરી ઈનોવા કાર સેલિંગ માટે વાતચીત કર્યા બાદ  વાતચીત બાદ જે નંબરો પરથી ફોન આવેલ હતા તે બે અલગ અલગ ફોન નંબર પરથી વાત કરનાર વ્યક્તિએ બુકિંગ માટે ઓનલાઇન પેમેન્ટ કરી દેવાની વાત કરી મહિલા તબીબને પોતાના મોબાઈલમાં બે મોબાઈલ એપ દ્વારા પેમેન્ટ કરી આપીશ એમ કહ્યું હતું.

ત્યારબાદ મહિલા તબીબે ફોનમા “ટીમ વ્યુવર ક્વીક સર્વીસ” તથા “એની ડેસ્ક રીમોટ કન્ટ્રોલ” નામની બે એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. આ બંને એપ ડાઉનલોડ થયા બાદ અજાણ્યા સખ્સે મહિલા તબીબને  ફોનનુ કન્ટ્રોલ મેળવી તેના બેંક ખાતામાથી ત્રણ અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે એક  લાખથી વધુની રકમ ઉપાડી લીધી હતી. ત્યારબાદ ભેજાબાજ શખ્સે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો.જે બાદ પોતાની સાથે આ રીતે છેતરપીંડી થયાનો અહેસાસ થતા આ અંગે મહિલા તબીબે અજાણ્યા શખ્સ સામે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પરંતુ આ કિસ્સો દરેક લોકો માટે ચેતવણીરૂપ એટલા માટે છે કે જો તમે કોઈને તમારા મોબાઈલના એક્સેસ ભરોસા પર આપી દેશો તો તમારી સાથે પણ આ પ્રકારની છેતરપીંડી થઇ શકે છે.