Mysamachar.in:જામનગર
અત્યારસુધી હથિયારો ઝડપાયા બાદ હથિયારો સપ્લાય કરનાર સુધી જુજ કિસ્સાઓમાં પોલીસ પહોચતી હતી પણ હવે હથિયાર સપ્લાય કરનાર સુધી જામનગર એલસીબી ટીમ પહોચી રહી છે, જામનગર એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.ગોહિલ તથા પીએસઆઈ આર.બી. ગોજીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો હથિયારધારા હેઠળના કેસો શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી અસામાજીક ઇસમોની હાલની પ્રવૃતિ બાબતે સચોટ માહિતી એકઠી કરવામાં આવેલ. હતી.દરમ્યાન એલ.સી.બી.ના એ.એસ.આઈ સંજયસિંહ વાળા, ફિરોઝ ખફી તથા યોગરાજસિંહ રાણાને મળેલ હકિકત આધારે આરોપી તનવીર ઇકબાલભાઇ ખત્રી રહે, જામનગર ખોજાગેઇટ રતનબાઇ કન્યા શાળા સામે વાળાને જામનગર શહેરમાં ખોજાગેઇટ ચોકમાંથી પિસ્ટલ 01 કિ.રૂ. 25,000 તથા કાર્ટીસ નંગ 5 કિ.રૂ. 500 મળી કુલ રૂ.25,500 ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ હથિયારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
જેમા હથિયાર સપ્લાય કરનાર અફજલભાઇ અનવરભાઇ ખત્રી રહે વેચાઇ ગામ જીલ્લો રેવા મધ્યપ્રદેશનું નામ ખુલતા તેને પકડી પાડવા માટે તજવીજ કાર્યવાહી કરવામાં આવેલ છે.જયારે હથિયારના વધુ એક ગુન્હામાં એલ.સી.બી.ના ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ તથા શીવભદ્રસિંહ જાડેજા મળેલ હકિકત આધારે આરોપી હશન આમદભાઇ ખફી રહે. જામનગર સુમરા ચાલી. ઉનની કંદોરીવાળા ને જામનગર શહેરમાં પવનચકી બસ સ્ટોપ પાસેથી પિસ્ટલ 01 કિ.રૂ. 25,000 તથા કાર્ટીસ નંગ 2 કિ.રૂ. 200 મળી કુલ રૂ. 25,200 ના મુદામાલ સાથે પકડી પાડી હથિયાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ઇસમને હથિયાર સપ્લાય કરનાર નાશીરભાઇ ગફારભાઇ ખફી રહે. સનસીટી 01 મોરકંડા રોડ, જામનગર ને પકડી પાડવા માટે તજવીજ કાર્યવાહી કરવામા આવેલ છે.
આ કાર્યવાહી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.ગોહીલની સુચનાથી પીએસઆઈ આર.બી.ગોજીયા, તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા ભગીરથસિંહ સરવૈયા હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.