ખાનગી શાળાને ટકકર મારે એવી શાળા છે દ્વારકા તાલુકાની કુરંગા પ્રાથમિક શાળા

સી.સી.ટી.વી.કેમેરા, ગ્રાઉન્ડમાં ગાર્ડન, આર.ઓ.ફિલ્ટર અને શાળામાં ચિત્રકલા જેવી ભૌતિક સુવિધાથી સજજ શાળામાં

ખાનગી શાળાને ટકકર મારે એવી શાળા છે દ્વારકા તાલુકાની કુરંગા પ્રાથમિક શાળા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

સામાન્ય રીતે એમ કહેવાનું હોય છે કે યુવાનો માટે ભવિષ્ય તૈયાર કરવું જોઇએ, પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કહે છે કે, આપણે ભવિષ્ય તૈયાર કરવા માટે યુવાનો તૈયાર કરવા જોઇએ જેથી તેઓ કુટુંબ,સમાજ, રાજય અને દેશનું ભવિષ્ય તૈયાર કરી શકે. આવા જ એક દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા પ્રાથમિક શાળાના શિક્ષક છે. એક શિક્ષક ધારે તો શું ન કરી શકે? વિધાર્થીઓને સારા શિક્ષણની સાથે સાથે શાળામાં બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો ધટાડી શકે. વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શાળા અને સમાજને એક તાંતણે બાંધવાનું કામ કરી શકે છે. આવા જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના કુરંગા ગામના કુરંગા પ્રાથમિક શાળાના આચાર્ય તન્વીબેન કાસુન્દ્રા જેઓ ‘‘સમય હોય કે મુડી બાળકોમાં રોકાણ કરવા જેવુ શ્રેષ્ઠ રોકાણ બીજુ કોઇ નથી.’’ ઉકિતને સાર્થક કરી કરી રહયા છે. 40 લાખના ખર્ચે સંપૂણ સુવિધાથી સજજ શાળા બિલ્ડીંગનું 26 જાન્યુઆરી 2020 ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ બિલ્ડીંગમાં આચાર્ય તન્વીબેન કાસુન્દ્રાએ પોતાની આગવી સુજ થી તમામ બિલ્ડીગમાં ચિત્રકામ કરાવી બાળકો રમતા રમતા પણ શિક્ષણ મેળવી શકે અને બાળકોનો પાયો વધુ મજબુત થાય તેવા પ્રયત્નો કર્યા, દરેક ધડી કંઇક કરી છુટવાનો ભીતર એક રણકો સતત સંભળાતો રહે છે. તેઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત બાળકોના ભાવિ અને સુખાકારી માટે ચોકકસ દિશામાં આર્ચાય તન્વીબેન કાસુન્દ્રા નકકર કામગીરી કરી રહ્યા છે. ખાનગી શાળાને ટકકર આપે એવી કુરંગા પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધાઓ જોઇએ તો 1 થી 8 ધોરણમાં 183  બાળકો આ શાળામાં અભ્યાસ કરી રહયા છે. 16  સી.સી.ટી.વી. કેમેરા આખી સ્કુલમાં લાગેલા છે. આર.ઓ. ફિલ્ટર પાણીની સુવિધા. મધ્યાન ભોજન રૂમ. બાળકો સૌથી પહેલા બાળક શાળાએ આવે ત્યારે શાળાનો ગેઇટ સુંદર ચિત્રની બનાવેલ છે.

ગ્રાઉન્ડમાં ગાર્ડન બનાવી તેમાં લોન નાખવામાં આવી છે. શાળાની ફરતે જે દિવાલ આવેલી તેમાં ટ્રેન દોરી તેમાં એ.બી.સી.ડી. લખેલ છે જેમાંથી બાળકો રમતા રમતા અંગ્રેજી સીખે. બિલ્ડીંગમાં દિવાલ આવેલ તેમાં જુદા-જુદા પ્રકારના ભિત ચિત્રો દોરેલા છે અને પગઠીયા પર ચિત્રો દોરેલા છે. રૂમની અંદર પણ અલગ-અલગ ચિત્રો દોરેલા છે. જેથી બાળકોને ઘર મુકીને શાળાએ આવવાનું મન થાઇ તેવી સંપૂણ સુવિધાથી ભરપુર કુરંગા પ્રાથમિક શાળા છે. 1800 જેવી વસ્તી ધરાવતું કુરંગા ગામના 183 બાળકો આજે અભ્યાસ કરી રહયા છે. હાલમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન હોવાથી ઓનલાઇન બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. કુરંગા ગામ મહિલા સશકતિકરણનું પણ ઉદારણ પૂરુ પાડે છે કારણ કે ગામના સરપંચ સીતાબેન માણેક મહિલા, શાળાના આર્ચાય તન્વીબેન કાસુન્દ્રા મહિલા અને એસ.એમ.સી.ના તમામ સભ્યો પણ મહિલાઓ જ છે. તેમજ સરપંચ સીનાબેન માણેક પણ શિક્ષણ પ્રત્યે કાળજી રાખી શાળાને આધુનિક બનાવવામાં સહયોગ આપી રહયા છે.