એક તરફ મનપાના મીટીંગના નાટક, બીજી તરફ આ છે વાસ્તવિકતા...

આ વિસ્તારના લોકો થાકી ગયા...

એક તરફ મનપાના મીટીંગના નાટક, બીજી તરફ આ છે વાસ્તવિકતા...

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા તાજેતરમા જ તમામ અધિકારીઓ સાથે મીટીંગ યોજીને શહેરમા નિયમિત સફાઈ,રોગચાળો અટકાવવા સહિતની બાબતોએ જરૂરી સૂચનાઓ આપી હતી, પણ કામ કરે કોણ..? માયસમાચારને રણજીતનગર પ્રણામીસ્કુલ નજીક થી કેટલાક જાગૃત નાગરિકોએ રજૂઆત કરી છે કે જામનગર મહાનગરપાલિકામાં વારંવાર ફરિયાદો કરવા છતાં પણ કોઈ જાતની નક્કર કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવતી નથી, હીરજીમિસ્ત્રીરોડ, પ્રણામી સ્કુલની સામે સ્થાનિકો જીગ્નેશ ઝીંઝુવાડિયા, મહેશ શાહ સહિતના લોકો દ્વારા નિયમિત સફાઈનો અભાવ, ગટરો, દવાનો છટકાવ અને લાઈટની લાંબાગાળાની સમસ્યાને મુદ્દે કેટલીય વખત મનપામાં ફરિયાદો કરવા છતાં પણ કોઈ નિરાકરણ થતું નથી, વોર્ડમાં આવતા એસઆઈ સહિતના કર્મચારીઓ પણ યોગ્ય જવાબ ના આપી અને વાતને ટાળી રહ્યાનું પણ સ્થાનિકો જણાવે છે, ફરિયાદ કરવાથી એવો મેસેજ તો મળી જાય છે કે તમારી ફરિયાદનો નિકાલ થઇ ચુક્યો છે, પણ ખરેખર સમસ્યા જેમ ની તેમ રહેતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.