એસટીના વર્કશોપમાંથી બસ લઈને એક શખ્સ નાશી છૂટ્યા બાદ ઝડપાયો

પડ્યા છે ને પણ....!

એસટીના વર્કશોપમાંથી બસ લઈને એક શખ્સ નાશી છૂટ્યા બાદ ઝડપાયો

Mysamachar.in-છોટા ઉદેપુર

છોટા ઉદેપુર એસટી ડેપોના વર્કશોપ પાસે પાર્કિંગમાં મુકેલ છોટાઉદેપુર માંડવી રૂટની એટી બસ લઈને ગોવિંદભાઈ સવલાભાઈ ધાણુંક નામનો ઈસમ રવાના થઈ ગયો હતો. જેનાથી એસ ટી તંત્રમાં બસ કોણ લઇ ગયું તે અંગે શોધખોળ શરૂ થઈ ગઈ હતી. આ બસ છોટાઉદેપુર તાલુકાના રંગપુર રાઠ વિસ્તારમાં આવેલ જોડાવાંટ ખડકવાડા સિંગલ પટ્ટી રોડ ઉપરથી મળી આવી હતી. રંગપુર ખડકવાડા રોડ ઉપર જતી બસની સામેંથી આવતી આર્ટિગા કાર પસાર થતા સિંગલ પટ્ટી રોડ હોય બસ રોડ ઉપરથી ખાડામાં ઉતરી ગઈ હતી.

આર્ટિગા કાર ચાલકે બસ ઉપરના બોર્ડ જોયું ત્યારે છોટાઉદેપુર માંડવી રૂટની બસ અહીંયા કેમ ફરે છે. જે અંગે શંકા જતા પોલીસને જાણ કરી હતી. અને બસ સાથે આરોપી ગોવિંદભાઇ સવલાભાઈ ધાણુંક પણ મળી આવ્યા હતા. આ અંગે બસ ઉપાડી જનર શખ્સની વધુ પૂછપરછ ચાલુ હોવાનું જાણવા મળે છે.