વધુ એક ખાનગી બસ પલ્ટી, 1 નું મોત, 7 ઈજાગ્રસ્ત

રાજસ્થાન ગુજરાત બોર્ડર નજીક બની ઘટના

વધુ એક ખાનગી બસ પલ્ટી, 1 નું મોત, 7 ઈજાગ્રસ્ત

Mysamachar.in-બનાસકાંઠા

ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી પસાર થઈ રહેલી એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. ઘટનામાં એક મુસાફરનું મોત નિપજ્યુ છે. જયારે અન્ય 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે, ગત મોડી રાત્રે એક લક્ઝરી બસ જયપુરથી અમદાવાદ આવવા નીકળી હતી. ત્યારે આ લક્ઝરી બસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર ઉપર રાજસ્થાનની હદમાં પલટી મારી હતી. બસ પલટી મારતાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. તથા બસમાં સવાર 7 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે આબુરોડની હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજસ્થાનની આબુરોડ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બસના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં બસ પલટી હોવાનું અનુમાન છે.