Mysamachar.in-ગુજરાત
યુઝર્સની સુવિધા માટે વ્હોટસએપ તેના ફીચર્સ સમય-સમય પર અપડેટ કરતા રહે છે. એક વખત ફરી કંપની તેના ફીચર્સમાં વધારો કરી રહી છે. હવે યુઝર્સ લિસ્ટમાં શો થઇ રહેલી કોન્ટેક્ટસના પ્રોફાઇલ પિકચર પર ગ્રીન કલરની રિંગ બનેલી હશે. જેના પર ટેપ કરવાથી યુઝર્સ ડાયરેક્ટ સ્ટેટસને પણ જોઇ શકશે, અત્યાર સુધી વ્હોટસએપમાં જઇને સેપરેટલી સ્ટેટસ જોઇ શકાતું હતું. પરંતુ હવે પ્રોફાઇલ પિકચર પર ટેપ કરતા સ્ટેટસ જોઇ શકાશે. આજના સમયમાં દરેક વ્યકિત પાસે મોબાઇલ ફોન હોય છે અને તે ફોનમાં સોશિયલ મીડિયા એપ્સ જેવી કે ફેસબુક, વૉટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર.. વગેરે રહેતા જ હોય છે. આ એપ્સ ચર્ચામાં રહેતી હોવાથી તેમાં વારંવાર અપડેટ્સ આવી રહ્યા છે.
વૉટ્સએપનું નવો અપડેટ મુખ્યત્વે વૉટ્સએપ પર લગાવવામાં આવતા સ્ટેટસ સંબંધિત છે. આ અપડેટ બાદ યૂઝર્સ સ્ટેટસ લગાવ્યા બાદ પણ તેને એડિટ કરી શકશે. જે મુખ્ય બદલાવ હશે કે જો કોઇ યૂઝર સ્ટેટસ લગાવે છે તો તેની પ્રોફાઇલ ફોટોની આસપાસ એક લીલા રંગનુ ચક્ર બનેલું દેખાશે જે એ વાતનો સંદેશ છે કે યૂઝરે સ્ટે્ટસ લગાવ્યું. તેના પર ક્લિક કરવાથી કોઇ પણ વ્યકિત યૂઝરનો સ્ટેટ્સ જોઇ શકશે. પ્રોફાઇલ ફોટોની આસપાસ બનતો આ ચક્ર ઇન્સ્ટાગ્રામની યાદ અપાવે છે. વૉટ્સએપ પર લગાવવામાં આવેલ સ્ટેટ્સ 24 કલાક પછી ગાયબ થઇ જશે.
સ્ટેટ્સ સંબંધિત ફેરફારોની સાથે વૉટ્સએપ વધુ એક નવું ફીચર પોતાના યુઝર સુધી લઇ આવવાની તૈયારીમાં છે કે જેનું નામ છે સ્ટિકર સજેશન. યૂઝર જ્યારે પણ ટાઇપ કરતા હોય છે ત્યારે આ ફીચર તેમના શબ્દોના હિસાબે તેને સ્ટિકરનો સજેશન આપતું રહેશે. હાલમાં આ ફીચરની ટેસ્ટીંગ ચાલુ છે. થોડાં જ સમયમાં તેને એન્ડ્રોઇડ અને iOSના યૂઝર્સ માટે શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળે છે.