રજાક સોપારી સામે નોંધાઈ વધુ એક ફરિયાદ, રજાક સામે નોંધાયેલા છે આટલા ગુન્હાઓ

જામનગર એસઓજી અને એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી ઝડપી પાડવમાં આવ્યો હતો

રજાક સોપારી સામે નોંધાઈ વધુ એક ફરિયાદ, રજાક સામે નોંધાયેલા છે આટલા ગુન્હાઓ
file image

Mysamachar.in-જામનગર

જામનગરમાં IPS દીપન ભદ્રનના પોસ્ટીંગ બાદ ભુમાફીયો અને તેના સાગરીતો પર ગાળિયો કસવામાં આવ્યો છે, ત્યારે જામનગર એસઓજી અને અમદાવાદ એટીએસની ટીમે થોડાદિવસ પૂર્વ જયેશ પટેલે જેને સોપારી આપી હતી તે રજાક સોપારીને ઝડપી પાડ્યા બાદ પોલીસની રિમાન્ડ દરમિયાન કેટલાક વધુ ખુલાસાઓ થયા છે, અને રજાક સોપારી સામે વધુ એક ગુન્હો પણ દાખલ થયો છે, જામનગરમાં ભૂમાફીયા જયેશ પટેલના કથિત સાગરીત રજાક સોપારી સહીત ત્રણ શખસોએ કાવતરૂ રચી ગ્રાહકોએ લોન પર લીધેલા ટ્રકો પર કબજો કરી હપ્તા ન ભર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે.

આટલું જ નહીં ટ્રક સીઝ કરવા જનાર લોકોને ટાંટિયા ભાંગી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જાહેર થયું છે. જામનગરમાં હીન્દુજા ફાયનાન્સ લીમીટેડમાંથી વર્ષ-2012 થી 2020 ના સમયગાળા દરમ્યાન જુદા-જુદા ગ્રાહકોએ લોન પર ટ્રક લીધા હતાં. લોન પર લીધેલા ટ્રકો કોઇપણ રીતે કબજામાં લેવા રજાક સોપારી સહીતના શખ્સોએ કાવતરૂં રચ્યું હતું. ત્યારબાદ હીન્દુજા ફાયનાન્સ કંપનીમાંથી લોન પર ગ્રાહકોએ લીધેલા ટ્રકો પર કબજો કરી બાકી ભરવાના થતાં હપ્તા ભર્યા ન હતાં.

આટલું જ નહીં કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ ટ્રક સીઝ કરવા જતાં રજાક સોપારી અને તેના સાગરીતોએ કર્મીઓને ટાંટિયા ભાંગી નાખી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કંપનીમાં નોકરી કરતા જયેશ તુલસીભાઇ જોશીએ ફરિયાદ નોંધાવતા પોલીસે રજાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા, હુશેન દાઉદ ચાવડા અને અમીત નોતિયાર સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત જામનગર લાલપુર ચોકડી પાસે આવેલ જગ્યાના ક્રિષ્નાપાર્ક આવેલ પ્લોટની ખરીદી તથા બાંધકામ નહિ કરવા અંગે આરોપી જયેશ પટેલના ઓ ધ્વારા ખંડણી માંગી ધમકી આપવામાં આવેલ હતી જે ધમકીને વશ થયા વગર આ કામના ફરિયાદી ગીરીશભાઈ ડેર રહે. જામનગર વાળાએ મહેશભાઈ વારોતરીયા પાસેથી પ્લોટની ખરીદી કરી તેમાં બાંધકામ શરૂ કરેલ હોય જેની અદાવત રાખી મુખ્ય આરોપી જયેશ પટેલના એ પૂર્વયોજિત કાવતરૂ રચી આરોપી રજાક સોપારી સહીત તેના ભાઈને રૂ.દોઢ કરોડમાં ફરિયાદીનું કામ પતાવવા સારું સોપારી આવેલ હતી

અને તે આરોપી તથા તેના ભાઈએ મળી અગાઉ પકડાયેલ આરોપી હિતુભા સહીતના અન્ય સાગરીતોને રૂ.50 લાખમાં ફરિયાદનું કામ પતાવવા સારું પેટા સોપારી આપવામાં આવેલ હતી અને તેઓના નક્કી કાર્ય મુજબનો ગુનાનો અંજામ આપવા ગઈ તા. 3-7-2020ના રોજ પચીસથી ત્રીસ વર્ષની ઉમરના બે મો.સા ઉપર મોઢે બુકાની બાંધેલ હાલતના ભાડુતી માણસોને હથિયારો સાથે ક્રિષ્નાપાર્ક ની સાઈડ ઉપર મોકલી ફરિયાદી ને મારી નાખવા માટે તેના ઉપર બે રાઉન્ડ ફાયર કરેલ તેમજ સાથેના બે ઇસમોએ હથોડી તથા પાઈપ થી હુમલો કરતા ફરિયાદી એ પોતાના સ્વબચાવમાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વર થી ત્રણ રાઉન્ડ હવામાં ફાયરીંગ કરતા અજાણ્યા ત્રણેય ઈસમો બે મો.સા ઉપર નાસી ગયેલ હતા.

એસ.ઓ.જી. જામનગર તથા એ.ટી.એસ. ગુજરાત સંયુકત ઓપરેશનથી આ ગુનાના કામે વોન્ટેડ આરોપી રજાક સોપીરીનાઓને અમદાવાદ બોપલ વિસ્તારમાંથી પકડી અત્રે લઇ આવતા તેઓની ઉપરોકત ગુનાના કામે વિધિવત ધરપકડ કરવામાં આવેલ છે. જેઓની પૂછપરછમાં તેઓએ ગુનાનો એકરાર કરેલ હોય વિશેષ તપાસ શરુ તેઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવનાર છે. રજાક દાઉદ ચાવડા ઉર્ફે રજાક સોપારી વિરુધ્ધમાં છેલ્લા પચીસ વર્ષના સમયગાળા દરમ્યાન, ખૂન, ખૂની કોશિષ,ધાક ધમકી આપવી, હથિયાર ધારાના કેસ ચોરી, બળજબરીથી કઢાવવું વિગેરે જેવા ગંભીર પ્રકારના આશરે 16 થી વધુ ગુના નોંધાયેલ છે.