સોનું છોડાવી નફો આપવાની લાલચે સોની વેપારીને 7 લાખ નો ધુંબો, એ બે શખ્સો સામે વધુ એક ફરિયાદ,

થોડા દિવસો પૂર્વે પણ એક ફરિયાદ દાખલ થઇ હતી 

સોનું છોડાવી નફો આપવાની લાલચે સોની વેપારીને 7 લાખ નો ધુંબો,  એ બે શખ્સો સામે વધુ એક ફરિયાદ,

Mysamachar.in-જામનગર

જામનગરમાં થોડા દિવસો પૂર્વે એક સોની વેપારીએ બે શખ્સો સામે ગીરવે પડેલ સોનું ઉપરાંત કમીશન આપવાની લાલચે છેતરપીંડી વિશ્વાસઘાત થયાની ફરિયાદ નોંધાયા બાદ આવા જ કિસ્સાનો ભોગ બનનાર વધુ એક વેપારી સામે આવ્યા છે અને સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.આજે જાહેર થયેલ વધુ એક ફરિયાદની વિગત પર નજર કરવામાં આવે તો... ચાંદીબજાર લાલબાગ સામે વસવાટ કરતા નિલેશભાઇ વ્રજલાલ માંડલીયા જેવો સોનીકામનો ધંધો કરે છે તેને સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં વસીમ ખીરા અને ઇકબાલ ઈબ્રાહીમ ખીરા વિરુદ્ધ કલમ-406, 420, 114 આ બન્ને શખ્સોએ પોતાનુ ગીરવે પડેલ સોનુ છોડાવી સોનુ ફરીયાદી નીલેશભાઈને વેચી તેમાંથી નફા પેટે રૂપીયા નીલેશભાઈને આપવાનો ભરોસો આપી ફરીયાદી પાસેથી..

તા.28/2/2022 ના રોજ રોકડા 1,99,000/- તથા તા.08/03/2022 ના રોજ રોકડા 5,00,000 મળી કુલ 6,99,000/- મેળવી ફરિયાદી નીલેશભાઈને આજદિન સુધી સોનુ કે રૂપીયા 6,99,00 પરત આપેલ ન હોય અને ફરીયાદીએ આરોપીઓ પાસે અવાર નવાર રૂપીયાની માંગણી કરતા આરોપીઓએ ફરીયાદીને જણાવેલ કે હવે રૂપીયા નથી આપવા તમારાથી જે થાઇ તે કરી લેજો અને ચેક લઇને ફર્યા કરજો તેમ કહી ફરીયાદી સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કર્યા સબબની ફરિયાદ બાદ પી.આઈ.એમ.જે.જલુના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ.નિશાંત હરિયાણી આગળની તપાસ ચલાવી રહ્યા છે.