ખંભાળિયાના ચર્ચાસ્પદ જમીન કૌભાંડમાં વધુ એક ઝડપાયો

નિવૃત બ્રિગેડીયરની હતી જમીન

ખંભાળિયાના ચર્ચાસ્પદ જમીન કૌભાંડમાં વધુ એક ઝડપાયો

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ખંભાળિયાના ચર્ચાસ્પદ હર્ષદપુરની જમીન પ્રકરણમાં અવસાન પામેલા મૂળ પંજાબના મોહન મુકુંદસિંગ બ્રિગેડીયરનો પુત્ર બનીને જમીન હડપ કરવાનો કારસો રચનાર ધોરાજીના સરદારજી શખ્શ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ધરપકડનો દૌર શરૂ કરીને સરદારજી ઉપરાંત બોગસ દસ્તાવેજમાં મદદરૂપ થનાર વધુ એક શખ્શને ઝડપી લીધો છે,

ખંભાળિયા મામલતદાર કચેરીમાં અવસાન પામેલા નિવૃત બ્રિગેડીયર મોહન મુકુંદસિંગની હર્ષદપુર પાસે આવેલ અંદાજે ૧૫ કરોડની કિમતની જમીનમાં ધોરાજીનો માનસિંગ મોનમુકુંદસિંગ બ્રિગેડીયરનો પુત્ર બનીને વારસાઈ એન્ટ્રી કરાવવા જતાં મૃતક બ્રિગેડીયરના વારસદારોએ આ અંગે વાંધા અરજી કરતાં જમીન કૌભાંડનો મામલો સામે આવ્યો હતો,

ત્યારબાદ કરોડો રૂપિયાની જમીન પ્રકરણમાં ખંભાળિયાના નાયબ મામલતદાર સંચાણિયાએ ધોરાજીના સરદારજી શખ્શ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી,આ જમીન પ્રકરણની તપાસ કરતાં ઇન્ચાર્જ પી.આઈ એ.બી.જાડેજાએ બ્રિગેડીયરનો નકલી પુત્ર બનેલ માનસિંગ સરદારજીને ઝડપી લીધા બાદ તેની પૂછપરછમાં એક પછી એક આ જમીન પ્રકરણમાં સંડોવાયેલ શખ્શોના નામ ખૂલતાં જાય છે અને આ જમીનનો બોગસ દસ્તાવેજો બનાવવામાં મદદ કરનાર જેતપુરના ફારૂક કાસમ ખલીફાને ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે તપાસ દરમ્યાન વધુ આરોપીના નામ ખૂલવાની સંભાવના પોલીસે દર્શાવી છે. 
 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.