જામનગરમાં ACBની વધુ એક ટ્રેપ,કોણ ઝડપાયું.?

વધુ વિગત માટે ક્લિક કરો

જામનગરમાં ACBની વધુ એક ટ્રેપ,કોણ ઝડપાયું.?

Mysamachar.in-જામનગર:

એન્ટી કરપ્શન ડે ની ઉજવણી બાદ આજે જામનગર જીલ્લામાં વધુ એક ટ્રેપમાં એસીબીને સફળતા મળી છે, જામજોધપુર સી.એસ.સી સેન્ટરના જીલ્લા મેનેજર સહીત બે કર્મચારીઓને રૂપિયા ૨૦,૦૦૦ ની લાંચ લેતા કાલાવડમાં થી રાજકોટ એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા છે, જામજોધપુર સી.એસ.સી સેન્ટરમાં ફરજ બજાવતા જીલ્લા મેનેજર અંકિત શાહ અને વિલેજ લેવલ ઇન્ટરપ્યોર તરીકે ફરજ બજાવતા સંદીપ વોરા એ ફરિયાદીની ઈ સ્ટેમ્પિંગનું લાયસન્સ મેળવવું હોય તે આપવા માટે જનરલ મેનેજરનો સંપર્ક કરેલ અને મેનેજર અંકિત શાહે રૂપિયા ૨૦,૦૦૦ ની માંગણી કરેલ અને તે રકમ સંદીપ વોરા જે કાલાવડમાં શ્રી ડીજીટલ એન્ડ કોમ્પ્યુટર નામની દુકાન ચલાવે છે તેને આપી દેવા જણાવેલ પણ ફરિયાદીએ લાંચ આપવાને બદલે એસીબી રાજકોટ નો સંપર્ક કરતા એસીબીએ આજે કાલાવડમાં છટકું ગોઠવીને જનરલ મેનેજર વતી સંદીપ વોરા લાંચ લેતા ઝડપાઈ ગયા છે, અને આ મામલે એસીબી એ વધુ કાર્યવાહી હાથ ધરી છે..