Mysamachar.in-જામનગર:
જામનગરમાં આજે સવાર સવારમાં જ ચકચાર મચાવતા સમાચાર મળી રહ્યા છે, જેમાં ખુદ સરકારનો કસ્ટમ વિભાગ પણ સુરક્ષિત ના હોય તેમાંથી કબજે કરેલું સોનું કોઈ કર્મચારી જ ઓળવી ગયાની શંકા વ્યક્ત કરી એક કરોડનું સોનું ગાયબ થયાની પોલીસ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે,
જામનગર શહેરના શરૂ સેકશન રોડ પોલીસ હેડ કવાર્ટર સામે કસ્ટમ ડીવીઝન ઓફીસ આવેલ છે, આ ઓફિસના રામ સીંગ શીવકુમારસીંગ યાદવ દ્વારા જે ફરિયાદ જાહેર કરવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે IPC કલમ 409 સને 1982 અને 1986 માં કસ્ટમ ડીવીઝન ભુજ દ્વારા રેઇડ કરી કબ્જેે કરવામાં આવેલ સોનાના સેમ્પલો લેવામાં આવેલ હતા તે સોનાના સેમ્પલો કસ્ટંમ ડીવીઝન ભુજ ખાતે રહેતા હતા તે સને 2001 માં ઘરતીકંપના કારણે કસ્ટમ ડીવીઝન જામનગર ખાતે લાવવામાં આવેલ અને તા.18/10/2016 રોજ કસ્ટમ ડીવીઝન ભુજને પરત સોંપતા સમયે આ સેમ્પલોની ચકાસણી કરતા તેમાંથી કુલ પાંચ સેમ્પલોમાંથી 2156.722 ગ્રામ સોનુ જેની હાલની બજાર કિંમત રૂ.1,10,00,000/- થાય તે ઓછુ નીકળતા આ સોનાની આ સમયગાળા દરમ્યાન કોઇપણ સરકારી કર્મચારીએ સરકારી મીલકત હોવાનુ જાણતા હોવા છતા કોઇપણ રીતે અંગત ફાયદા માટે મેળવી લઇ ગુન્હાહીત વિશ્વાસઘાત કર્યા સબબની ફરિયાદ નોંધાતા બી ડીવીઝન પી.આઈ.કે.એલ.ગાધે એ તપાસ શરુ કરી છે.