હાઈવે પર એક કારનું ટાયર ફાટતા પાંચ કાર વચ્ચે થઇ ટક્કર

જો કે સદનસીબ કે....

હાઈવે પર એક કારનું ટાયર ફાટતા પાંચ કાર વચ્ચે થઇ ટક્કર

Mysamachar.in-નવસારી

હાઈવે પર અકસ્માતો સામે આવતા રહેતા હોય છે, આજે સવારે પણ આવો જ એક અકસ્માત સામે આવ્યો છે, જે વિચિત્ર છે પણ સદનસીબે કોઈ જાનહાની થઇ નથી, નેશનલ હાઇવે નંબર 48 પર નવસારીના મટવાડ ખાતે આવેલી અંબિકા નદીના બ્રિજ પર એક સાથે પાંચ કાર વચ્ચે વિચિત્ર અકસ્માત થયો છે, અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે, સદનસિબે અહીં કોઈ જાનહાની થઈ ન હતી. એક સાથે પાંચ કાર એક પછી એક પાછળ અથડાતા લોકો બે ઘડી માટે જોવા માટે ઊભા રહી ગયા હતા. ફિલ્મોમાં જોવા મળતાં દ્રશ્યો નવસારી નજીક નેશનલ હાઇવે પર જોવા મળ્યાં હતાં.

મુંબઈથી અમદાવાદ તરફ જતાં માર્ગ પર એક સેન્ટ્રો ગાડીનું ટાયર ફાટી ગયું હતું. જે બાદમાં કારની પાછળ પૂરપાટ આવી રહેલી અન્ય કારની ટક્કર થઈ હતી. એક પછી એક એમ પાંચ કાર અથડાઈ હતી.નેશનલ હાઇવે પર એક પછી એક એમ પાંચ કાર અથડાતા અહીંથી પસાર થતા લોકો એક સમય માટે અકસ્માત જોવા માટે ઊભા રહી જતા હતા. અનેક લોકો આ બનાવને પોતાના મોબાઇલમાં પણ કેદ કરી રહ્યા હતા.