જામનગરની કોવીડ હોસ્પિટલમાંથી એક આરોપી નાસી ગયો

ભીમા વેજા મેર નામનો એક શખ્સ

જામનગરની કોવીડ હોસ્પિટલમાંથી એક આરોપી નાસી ગયો
file image

Mysamachar.in-જામનગર

પોરબંદરના અડવાણા ગામનો વતની હોવાનું જાણમાં આવ્યું છે. ચીલઝડપના ગુનામાં આ શખ્સ આરોપી જાહેર થયેલો. આ આરોપી એકદમ શાતિર હોવાને કારણે તે સહેલાઈથી પકડાઈ શકે એમ ન હતો. ભીમા મેરની પોલીસે ચીલઝડપના ગુનામાં ધરપકડ કરી હતી. જામનગર પોલીસે તેનો કબજો સંભાળ્યો હતો. સીટી સી ડિવિઝન પોલીસે અમદાવાદથી તેનો કબજો સંભાળ્યો હતો. આરોપી ભીમા મેરનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો. ત્યારે તે કોરોના પોઝિટીવ જાહેર થયો અને જામનગર હોસ્પિટલ માં સારવાર હેઠલ હતો. દરમિયાન આજે બપોરે બે થી ત્રણ વાગ્યાના સુમારે આરોપી કોવિડ હોસ્પિટલના વોર્ડમાંથી નાસી ગયો હતો. આ કોરોના પોઝિટિવ આરોપી ઝડપભેર મળે તે માટે પોલીસે તેને શોધવા કવાયત હાથ ધરી છે.