ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં આવી શકે છે પલટો, આ વિસ્તારમાં વરસી શકે છે વરસાદ 

હવામાન વિભાગે કરી છે આ આગાહી 

ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં આવી શકે છે પલટો, આ વિસ્તારમાં વરસી શકે છે વરસાદ 

Mysamachar.in: અમદાવાદ

રાજ્યના વાતાવરણમાં ફરી એક વખત પલટો આવી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે માવઠાની અસર વર્તાઇ શકે છે. 27 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી ઉત્તર ગુજરાત માટે કરી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 28 ડિસેમ્બરે વરસાદ પડવાની સંભાવના છે.હવામાન વિભાગની આગાહી  મુજબ 27 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાલનપુર, ડીસા, થરામાં કમોસમી વરસાદ વરસી શકે છે. વરસાદી સિસ્ટમ હટતા જ ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગના મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગળના 4-5 દિવસમાં ગુજરાત રિઝનમાં તાપમાન સામાન્ય રહેશે. પરંતુ 2 દિવસ એટલે કે 25 અને 26 ડિસેમ્બરે લગભગ હવામાન સાફ રહેશે. પણ 27 ડિસેમ્બરે વાતાવરણમાં થોડો બદલાવ આવી શકે છે. 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદ થવાની  પણ સંભાવના છે. સૌરાષ્ટ્રમાં 28 ડિસેમ્બર બાદ હાલના તાપમાન કરતાં 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે.