વધુ એક વખત ગાંજાની ખેતી ઝડપાઈ, 70 લાખના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા 

છોડનું ગેરકાયદેસર રીતે વાવેતર કર્યું હતું.

વધુ એક વખત ગાંજાની ખેતી ઝડપાઈ, 70 લાખના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા 
file image

Mysamachar.in-છોટા ઉદેપુર

રાજ્યમાં દારૂની રેલમછેલ તો અનેકવાર સામે આવતી હોય છે, પણ હમણા હમણા રાજ્યમાં ગાંજાનો જથ્થો નહિ પરંતુ ગાંજાની ખેતી અને તે પણ મોટા પ્રમાણમાં સામે આવી રહી છે, એવામાં છોટાઉદેપુર તાલુકાના ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના મીઠીબોર ગામેથી મલદાર ફળીયામાં રહેણાક મકાનમાં ભોગવટાના ખેતરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજા)ની ખેતી કરતા ત્રણ ઈસમોને મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પડ્યા હતા.

છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામ ખાતે મલદાર ફળિયામાં રહેતા રમણભાઈ રણછોડભાઈ નાયકા, શંકરભાઇ રણછોડભાઈ નાયકા, સુરસિંગભાઈ ખાતરભાઈ નાયકા ત્રણેય રહેવાસી મલદાર ફળીયા મીઠીબોર તા. છોટાઉદેપુર જિ.છોટાઉદેપુરને અનઅધિકૃત વનસ્પતિ જન્ય માદક પદાર્થ (ગાંજો) ના જથ્થા સાથે પોલીસે ઝડપી પડ્યા હતા.ત્રણેય આરોપી પોતાના ઘર પાસેના ખેતરમાં કોઈપણ જાતના અધિકૃત પરવાના વગર વનસ્પતિ જન્ય માદક પદાર્થ (ગાંજા) ના છોડનું ગેરકાયદેસર રીતે વાવેતર કર્યું હતું. જે અંગે પોલીસે છાપો મારતા વનસ્પતિ જન્ય માદક પદાર્થના ઉભા છોડ નંગ 4225, તથા ઉખાડેલા છોડ નંગ 507, જેનું કુલ વજન 708 કિલો 600 ગ્રામ જેની કુલ કિંમત રૂા.70,86,000ના જથ્થા સાથે ત્રણેય ઈસમો ઝડપાઇ ગયા હતા. જે અંગે પોલીસે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.