રાહુલ અને પ્રિયંકા એ ક્યાં મુદ્દાઓ પર કર્યા પ્રહાર.?

ક્લીક કરો અને જાણો...

રાહુલ અને પ્રિયંકા એ ક્યાં મુદ્દાઓ પર કર્યા પ્રહાર.?

Mysamachar.in-અમદાવાદ:

લોકસભાની ચુંટણીની જાહેરાત બાદ આજે ગુજરાતમાં માહોલ બરોબરનો જામ્યો હોય તેમ લાગ્યું,વર્ષો બાદ આજે જયારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજાઈ ત્યારે સોનિયાગાંધી,રાહુલગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના દેશના કોંગ્રેસના ટોચના આગેવાનો હાજર રહ્યા હતા,વર્કિંગ કમિટીની બેઠક બાદ અડાલજ ખાતે યોજાયેલ સભામાં વિશાળ સંખ્યામાં ગુજરાતમાં થી ઠેર ઠેર થી લોકો અહી  ઉમટી પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા,

સભાની શરૂઆતમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ પોતાની વાત શરૂ કરતાની સાથે જ કહ્યું કે હું કોઈ ભાષણ નહિ પણ હું તમારી સાથે માત્ર ટૂંકી વાત કરી તેમ કહી પોતાના ભાષણની શરૂઆત કરી હતી,પ્રિયંકાએ પોતાના ભાષણમાં કહ્યું કે આજે દેશમાં જે થઇ રહ્યું છે તેનાથી ખુબ દુઃખ થાય છે,અને લોકોને પણ મતદાન નું હથિયાર ઉપાડી અને જાગૃત થવા હાંકલ કરી,અને લોકોને કહ્યું બહુ વિચારીને નિર્ણય કરજો,

વધુમાં મોદી સરકાર પર પ્રહારો કરતાં પ્રિયંકાએ પોતાના આગવા અંદાજમાં રોજગારી,દરેક ખાતાઓમાં ૧૫ લાખ જમા થવાની વાત,મહિલા સુરક્ષા,સહિતના પ્રશ્નો પર મોદીસરકાર ની આકરી ઝાટકણી કાઢી હતી,પ્રિયંકાનું ભાષણ પૂર્ણ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ પણ પોતાના ભાષણમાં ભાજપને આડેહાથ લીધી 

રાહુલ ગાંધી એ પણ દેશમાં બેરોજગારીના વધી રહેલા આંકડાઓ અને ખેડૂતોની દેવામાફી પર સવાલો ઉઠાવાયા અને મોદી સરકાર માત્ર ઉદ્યોગપતિઓના દેવાઓ જ માફ કરી શકે તેવી વાત કરી,વધુમાં તેને નોટબંધી ની પણ આકરી ટીકા કરતાં કહ્યું કે જે સમયે નોટબંધી થઇ ત્યારે શા માટે લાઈનમાં ગરીબો જ હતા,,?

ઉપરાંત જીએસટી દેશના વ્યાપારીઓને ખુબ મોટું નુકશાન થયું હોવાની વાત પણ રાહુલ ગાંધીએ કરી હતી,અંતમાં તેને આગામી ચુંટણીમાં સત્યનો વિજય થશે અને નરેન્દ્ર મોદી અને નફરત ની હાર થશે,અને કોંગ્રેસની વિચારધારા માટે લડનારા કાર્યકરોને તેવોએ ધન્યવાદ કરી ને પોતાની વાત પૂર્ણ કરી હતી.