ધનતેરસના દિવસે કાળું ધન લેતા તલાટી અને વચેટીયો ઝડપાયા

એસીબીની નજર દિવાળીને લઈને હોવા છતાં મુકવું નથી

ધનતેરસના દિવસે કાળું ધન લેતા તલાટી અને વચેટીયો ઝડપાયા

Mysamachar.in-સુરત

આજે ધનતેરસનો પવિત્ર દિવસ છે. પણ લાંચિયાઓને આજે પણ લાંચ લેવાનું ચૂકવું નથી, એવામાં આજે કાળું નાણું લેતા તલાટી મંત્રી અને તેનો સાગરિત વચેટીયો ACBના હાથે ઝડપાયા છે. સુરતના પાલનપોર ગામ અને ચાર્જમાં અડાજણના તલાટીએ ફરિયાદીના મિત્રનું પેઢીનામું બનાવવા માટે 1500 રૂપિયાની લાંચ માંગી હતી. જો કે રકજકના અંતે હજાર રૂપિયામાં નક્કી કરાયું હતું. જો કે, ફરિયાદી રૂપિયા આપવા માંગતા ન હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. જેમાં આરોપી તલાટી અને તેનો સાગરિત વચેટીયો ઝડપાતા ગુનો દાખલ કરી ACBએ વધુ તપાસ હાથ ધરી છે.

હિરલબેન નવીનચંદ્ર ધોળકીયા, તલાટી–પાલનપોર ગામ અને ચાર્જમાં અડાજણ ગામ, વર્ગ- 3, (રહે. મકાન નં. 6, હરિકુંજ–2, નાના વરાછા)એ ના પેઢીનામું બનાવવા માટે લાંચ માંગી રહ્યાં હતાં. અડાજણ ગામ સિટી તલાટીની ઓફિસે પેઢીનામું તૈયાર કરવાના 1500 રૂપિયા નક્કી કર્યા બાદ અંતે હજાર રૂપિયાની લાંચ નક્કી કરવામાં આવી હતી. આ લાંચ ફરિયાદીએ કાંતિભાઇ ગોવિંદભાઇ પટેલ, (ખાનગી વ્યક્તિ) (રહે. માસ્તર ફળીયું, જુનાગામ, તા.ચોર્યાસી)ને આપવાની હતી.બન્ને લાંચ લેતા સિટી તલાટીની ઓફિસમાં જ રંગે હાથ ઝડપાયા હતાં.

અડાજણ સિટી તલાટીની ઓફિસમાં તલાટી હિરલ વતી લાંચ લેનાર કાંતિ પટેલે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. બાદમાં તલાટીએ સમંતિ આપી હતી. જેથી કાંતિ પટેલે લાંચની રકમ સ્વીકારી હતી. જેથી તલાટી અને વચેટીયા કાંતિ પટેલની એકબીજાની મદદગીરીમાં લાંચનો ગુનો ACBના છટકામાં ઝડપાઈ જતાં બન્નેને ડિટેઈન કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.