કાલાવડ બસ સ્ટેન્ડમા ખેડૂતનું ખિસ્સું થયું ખાલી, આટલી રોકડ ગઈ...

નોંધાઈ ફરિયાદ 

કાલાવડ બસ સ્ટેન્ડમા ખેડૂતનું ખિસ્સું થયું ખાલી, આટલી રોકડ ગઈ...

Mysamachar.in-જામનગર:

ખિસ્સાકાતરુ શખ્સો કોઇ પણ સમયે કોઈ પણ વ્યક્તિના ખિસ્સામાં રહેલ રોકડ સહિતની ચીજવસ્તુઓ ચોરી કરી લેવા માટે પાવરધા હોય છે, આવી જ એક ઘટના જામનગર જીલ્લાના કાલાવડ એસ.ટી.ડેપોમા સામે આવી છે, ૪૯ વર્ષીય ખેડૂત છગનભાઈ ફળદુ એસટી ડેપો પર હતા ત્યારે કોઈ ખિસ્સાકાતરૂને જાણ થઇ ગઈ ખેડૂત પાસે પૈસા છે અને તેના ખિસ્સામાંથી ૨૦૦૦ના દરની ૫૦ નોટનું બંડલ એટલે કે એક લાખ રૂપિયા ચોરી થયાનું જયારે છગનભાઈ ને માલુમ પડ્યું ત્યારે તેવોએ કાલાવડ ટાઉન પોલીસ મથકે પોતાના જ ખિસ્સામાં થી એક લાખ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે.