સૌરાષ્ટ્રમા લીલા દુષ્કાળ જેવી સ્થિતિ અંગે કૃષિમંત્રી આર.સી.ફળદુએ કહ્યું કે...

સૌરાષ્ટ્રમા લીલા દુષ્કાળ જેવી સ્થિતિ અંગે કૃષિમંત્રી આર.સી.ફળદુએ કહ્યું કે...

Mysamachar.in-રાજકોટ:

સૌરાષ્ટ્રમાં મેઘમહેર સાથે મેઘકહેર પણ અમુક વિસ્તારોમા થવા પામી છે, ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાક ધોવાયા છે. સૌરાષ્ટ્મા વરસાદે લીલા દુષ્કાળની સ્થિતિ સર્જી છે. સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, શાકભાજી, તલના પાકને પણ પારાવાર નુકશાન થયું છે. આ મામલે સરકાર ઍક્શનમાં પણ છે. આજે કૃષિ મંત્રી આર.સી. ફળદુએ નિવેદન આપ્યું હતું કે સરકાર ત્રણ ઍજન્સી પાસે સર્વે કરાવી અને પાકની નુકશાનીનો ચિતાર મેળવશે. કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું કે ગુજરાતના ચારેય ખુણામાં ખૂબ સારો વરસાદ થયો છે., ઇશ્વરની કૃપા છે લગભગ 128 %વરસાદ થયો છે. એ વાત સાચી છે કે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટી થઈ છે. ચાર જેટલી વીમા કંપની છે તેમને સૂચના આપવામાં આવી છે કે સર્વે કરે... ખેડૂતોના ખરીફ પાકોને નુકશાન થયું છે. જે ખેડૂતોએ પાક વીમાના પ્રિમિયમ ભર્યા છે તેમને વળતર ચુકવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.