જામનગર લોકસભા બેઠક પર ૭૭૯૯ મતદારો દબાવ્યું આ બટન..

જામનગર લોકસભા બેઠક પર ૭૭૯૯ મતદારો દબાવ્યું આ બટન..

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભા બેઠકની મતગણતરી ગઈકાલે પૂર્ણ થયા બાદ જે રીતે સતાવાર આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ ભાજપના ઉમેદવાર પુનમબેન માડમની જીત રેકોર્ડબ્રેક મતોથી થઇ છે,પણ સાથે એક બાબત એવી પણ સામે આવી છે કે લોકસભા જામનગર પર ભાજપ કોંગ્રેસ સહીત કુલ ૨૮ ઉમેદવારોમા થી એક પણ ઉમેદવાર પસંદ ના હોય મતદારો મતદાનની ફરજ નિભાવવા મતદાન મથક સુધી ગયા પણ જામનગર સંસદીય મતક્ષેત્રના ૭૭૯૯ મતદારોએ નોટા નું બટન દબાવી એક પણ ઉમેદવારને મત આપ્યો નથી.