જામનગરમા ચિકનગુનિયા થી વૃદ્ધનું મોત..

અગાઉ એક્સઆર્મીમેન નું થયું હતું મેલેરિયાથી મોત

જામનગરમા ચિકનગુનિયા થી વૃદ્ધનું મોત..

mysamachar.in-જામનગર

જામનગર શહેર અને જિલ્લામાં રોગચાળા એ છેલ્લા કેટલાય સમયથી પગપેસારો કર્યો છે,એવામાં સ્વાઈનફ્લુ,ચિકનગુનિયા,ડેન્ગ્યું,મેલેરિયા સહિતના દર્દીઓ પણ સરકારી ચોપડે નોંધાઈ ચુક્યા છે,એવામાં ચિકનગુનિયા થી જામનગર શહેરમા વસવાટ કરતાં એક વૃદ્ધ દર્દીનું મોત થયું છે,

શહેરના ભીમવાસ વિસ્તારમાં વસવાટ કરતાં નાઝાભાઈ ખીમાભાઈ ખરા નામના ૭૦ વર્ષીય વૃદ્ધ ને બે દિવસથી ચિકનગુનિયાની અસર થઇ હોય જેની સારવાર ચાલી રહી હોય અને અચાનક વૃદ્ધની તબિયત વધુ લથડતા તેનું મોત નીપજ્યું હતું,તો છેલ્લા બે માસમાં સ્વાઈનફ્લુ ના ૯ પોજીટીવ કેસો,જયારે બે ના મોત પણ થયા છે.