શહેરના પોષ વિસ્તારમાં કીમતી જમીન પર કાચી ઓરડી બનાવી કબજો કરી લેનાર 2 સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો

સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયો ગુન્હો

શહેરના પોષ વિસ્તારમાં કીમતી જમીન પર કાચી ઓરડી બનાવી કબજો કરી લેનાર 2 સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો

Mysamachar.in-જામનગર

જામનગર શહેરના પોષ વિસ્તાર એવા પંચવટી ગૌશાળામાં કીમતી જમીન પર કાચી ઓરડી બનાવી કબજો કરી લેનાર બે સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો દાખલ થયો છે, પ્રવિણસિંહ બનેસિંહ જાડેજા નામના ફરીયાદીએ જામનગર શહેરના જુના રેવન્યુ સર્વે નં-1/જી/4 પ્લોટ નં-93/1 વાળી સીટી સર્વે નં-2706/1 શીટ નં-112 તથા સતા પ્રકાર “સી” જેના ચો.મી.181.45 વાળી મિલ્કતનો વેચાણ દસ્તાવેજ અવેજ રૂ-39000/-મા જામનગર સબ રજીસ્ટ્રાર કચેરીના દસ્તાવેજ અનુ નં-2922 તા:-03/10/1985થી કાંતાબેન અમ્રુતલાલ મહેતા રહે, ભાણવડ વેરાડ નાકા પાસે વાળા પાસેથી રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી ખરીદેલ હોય જે ખરીદેલ મિલ્કતના ખુલ્લા પ્લોટમા અનવરભાઇ દાઉદભાઇ સંધાર અને રોશનબેન અનવરભાઇ સંધાર રહે બંન્ને જુમ્મા મસ્જીદની બાજુમા માધાપૂર ભુંગા બેડેશ્ર્વર જામનગર વાળાએ પેશગી કરી મિલ્કત પચાવી પાડવાના ઇરાદે તેમા ફેન્સીંગ કરી કોઇપણ પ્રકારની મંજુરી વગર કાચી ઓરડી બનાવેલ હોય જેમને કબ્જો ખાલી કરવાનુ કહેતા કબ્જો ખાલી નહી કરી કેસમા ફસાવી દેવાની ધમકી આપી પોતાનો ગેરકાયદેસર અને અનઅધિક્રુત રીતે જમીન પચાવી પાડવા કબ્જો રાખી ભોગવટો કરતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાતા ASP નીતીશ પાંડેએ વધુ તપાસ હાથ ધરી છે.