પ્રાકૃતિક ખેતીથી ખારેક પકવી મબલખ ઉત્પાદન મેળવ્યું

ખેતી માટે 15 ગીર ગાય વસાવી છે

પ્રાકૃતિક ખેતીથી ખારેક પકવી મબલખ ઉત્પાદન મેળવ્યું

Mysamachar.in-રાજકોટ

રાજકોટના પ્રગતિશીલ ખેડૂત કે જેઓ વ્યવસાયે ડોક્ટર છે પરંતુ પ્રાકૃતિક ખેતી કરવાના શોખથી પ્રેક્ટિસ મૂકીને રાજકોટ નજીક જશવંતપુર ગામે તેના 20 વીઘા ફાર્મમાં 12થી 15 ગીર ગાય વસાવી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી બીજા ખેડૂતોને પ્રેરણા મળે તેવા આવિષ્કારો કર્યા છે. ડો.રમેશભાઈ પીપળીયાએ તેમની પ્રાકૃતિક ખેતી અંગે જણાવ્યું કે, 'મેં સાત વર્ષ પહેલા 20 વિઘાની જમીનમાંથી 10 વીઘામાં ટિશ્યૂકલ્ચર પદ્ધતિથી ખારેકનું વાવેતર કર્યું હતું અને ચાર વર્ષથી ખારેકનું ઉત્પાદન મેળવું છું. ગાય આધારિત અને સંપૂર્ણ નેચરલ ખાતરનો ઉપયોગ કરવાથી બીજી કોઇ દવાનો ઉપયોગ કરવો પડતો નથી. એક એકર વીઘા જમીનમાં ખારેકના 60 ઝાડ ઉભા છે અને દરેક ઝાડ પર માર્ચ મહિનાથી ખારેક આવવાનું શરૂ થાય છે અને જૂન-જુલાઈમાં ખારેક પાકી જતા તેનો ઉતારો લેવામાં આવે છે. હાલ એક ઝાડ પર 50 થી 60 કિલો ખારેકનો ઉતારો છે. આ રીતે દસ વીઘા જમીનમાં કુલ 14 હજાર કિલો ખારેકના ઉત્પાદનનો અંદાજ છે. અન્ય પાકના પ્રમાણમાં ખારેકમાં મબલખ ઉત્પાદન મળ્યું છે અને એક ઝાડ દીઠ રૂ.5 થી 7 સાત હજારની આવક થાય છે.'

આ સિવાય ગીર ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ ખાતરમાં કરે છે. દૂધનો છંટકાવ કરીને શાકભાજીના પાક પર આવતા રોગ પર નિયંત્રણ મેળવ્યું છે. પ્રાકૃતિક ખેતી માટે 15 ગીર ગાય વસાવી છે. ગાયના ગોબર અને મૂત્રમાંથી સંપૂર્ણ નેચરલ ખાતર બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ખેતીમાં થતો હોવાથી બીજા કોઈ ખાતર કે દવાની જરૂર રહેતી નથી. હાલ એક એકર જમીનમાં ખારેકના 60 ઝાડ ઊભા છે. સામાન્ય રીતે માર્ચ મહિનાથી ખારેક આવવાનું શરૂ થઈ જાય છે અને જૂન-જુલાઈમાં આ ખારેક પાકી જતા તેનો ઉતારો લેવામાં આવે છે.

ટિશ્યૂ કલ્ચર પદ્ધતિને કારણે બધી જ ખારેકમાં મીઠાશ જળવાઈ રહે છે.આ ઉપરાંત ખારેકના બે ઝાડ વચ્ચે વધારે અંતર રહેતું હોવાથી આંતર ખેતીથી પણ પૂરક આવક મેળવી શકાય છે. ઈઝરાયલ પદ્ધતિથી ખારેકના ઝાડ વચ્ચે હવે આંબાના વાવેતરનો પ્રયોગ સફળ થયા છે. બાગાયતી પ્રાકૃતિક ખેતી પણ ખેડૂતો માટે નિયમિત અને કાયમી રોજગારીનું માધ્યમ બની શકે છે. પ્રાકૃતિક ખેતી થઈ શકે એ માટે 15 ગીર ગાય વસાવી છે.