તેલના ડબ્બામાં તેલ નહિ પરંતુ દારુના ક્વાટરીયા.!

173 નંગ કબજે લઇ મહિલા વિરુદ્ધ કાર્યવાહી 

તેલના ડબ્બામાં તેલ નહિ પરંતુ દારુના ક્વાટરીયા.!

Mysamachar.in-આણંદ:

આણંદ પોલીસ વિભાગના માણસો પેટ્રોલીંગમાં નીકળેલ તે સાથે દરમ્યાન વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે આણંદ વિધ્યાડેરી રોડ ઉપર રહેતી દક્ષાબેન ઉર્ફે સુમી મહેન્દ્રસિંહ ઉર્ફે સંજય રણજીતસિંહ ચૌહાણ નાની પોતાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ તેલના ડબ્બાની આડમાં લાવી છુપાવી રાખેલ છે. જે બાતમી હકીકત આધારે આ બહેનના રહેણાક મકાનની ઝડતી કરતા મકાનમાં ૦૫ બનાવટી તેલના ડબ્બા હતા જે ખોલી તપાસ કરતા મેક્ડોનલ્સના 180 મી.લી. ના ક્વાટરીયા નંગ- 173 કિ.રૂ. 17 300- તથા મોબાઈલ નંગ-01 મળી કુલ કિ.રૂ. 21,300/- ના મુદામાલ સાથે દક્ષાબેન ઉર્ફે સુમી મહેન્દ્રસિંહ ઉર્ફે સંજય રણજીતસિંહ ચૌહાણ વિરુદ્ધ પોલીસ દ્વારા પ્રોહીબીશન એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે.