Mysamachar.in-અમદાવાદ:
સામાન્ય રીતે કોઈ તસ્કર હોય અને એટીએમ સેન્ટર તોડવા માટે પહોચે તો તેનો હેતુ પૈસા ચોરી કરવાનો જ હોય…આ સિવાય તેનો કોઈ ઈરાદો ના હોય…પણ અમદાવાદના એક ખાનગી બેંકના એટીએમ સેન્ટરમાં એવી ઘટના સામે આવી કે બેંક સતાવાળા પણ વિચારતા રહી ગયા….અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં કાલુપુર કોમર્શિયલ બેંકના ATMમાં ચોરીનો બનાવ બન્યો છે. પોલીસને આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, ચોરોએ ATMમાં ચેમ્બરમાંથી પૈસા નહીં પરંતુ ત્યાં રહેલાં ડ્રોપ બોક્સમાંથી લોકોએ નાંખેલા ચેકની ચોરી કરી હતી.
ડ્રોપ બોક્સમાં રહેલાં તમામ ચેક ચોરીને ઈસમો ફરાર થઈ ગયાં હતાં. આ ઘટનાને લઈને બે ઈસમો દ્વારા ચોરી થઈ હોવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનામાં હાલ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. શહેરમાં ચોરીની ઘટનાઓ વધી છે. ATMમાં રહેલા રૂપિયા પણ હવે સલામત નથી રહ્યાં ત્યારે ATM ચેમ્બરમાં રહેલા ડ્રોપ બોક્સમાં ચેક પણ સલામત નથી રહ્યાંની ઘટના સીસીટીવીમાં કેદ થતા આ ચોરીથી બેંક અને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ છે.