તસ્કરોને પૈસા તો ન મળ્યા, દારૂની બોટલ ચોરી ગયા..

ફેસ-૨ની ઘટના

તસ્કરોને પૈસા તો ન મળ્યા, દારૂની બોટલ ચોરી ગયા..

Mysamachar.in-જામનગર:

છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવતા ઠંડીનું જોર વધ્યું છે અને આ ઠંડીમાં તસ્કરો દ્વારા મોટાભાગે ચોરી કરવા માટે મોકળું મેદાન મળતું હોય છે. તેવામાં ગઈકાલે રાત્રીના ઠંડીના માહોલ વચ્ચે દરેડ GIDCમાં ચોરી કરવા ગયા બાદ મોટી રકમ તો હાથ ન લાગી,પરંતુ કિંમતી બ્રાન્ડેડ દારૂની બોટલ મળી આવતા ચોરી કરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો હોવાનું જાણવા મળે છે,

ઘરફોડ નહીં પરંતુ દારૂ ચોરીના આ બનાવની જાણવા મળતી વિગત મુજબ જામનગર નજીક આવેલ ઔધોગિક વસાહત દરેડ ફેસ-૨માં ગતરાત્રીના બે સ્થળોએ તસ્કરો ચોરી કરવાના ઇરાદે ત્રાટકયા હતા, આ તસ્કરો ઓફિસમાં ઘુસ્યા બાદ કોઈ મોટી રકમ હાથ ન લાગી હતી. પરંતુ ઓફિસમાં બ્રાન્ડેડ દારૂની બોટલ મળી આવતા ઠંડી ઉડાડવા બોટલોની ચોરી કરીને લઇ ગયા હોવાનું જાણવા મળે છે.

જોકે ચોરીના આ બનાવ અંગે હજુ સુધી સત્તાવાર કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ CCTV કેમેરામાં આ તસ્કરો ની તસ્વીર કેદ થઇ ગઇ હોવાનું જાણવા મળે છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.