Mysamachar.in:જામનગર
હવે દારુ પીનારાઓ અને વેચાનારાઓ આધુનિક બની રહ્યા છે, છેલ્લા કેટલાક સમયથી દારૂની બોટલોને બદલે પાઉચની હેરાફેરી સામે આવી રહી છે, એવામાં જામનગર એલસીબી ટીમે જામજોધપુર અમરાપર રોડ ઉપર પરવાડા ગામની સીમ ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે રોડ ઉપર ટાટા 407 માથી ઇગ્લીંશ દારૂના પાઉચ નંગ-7008 કિ.રૂ. 4,90,560 તથા મોબાઇલ ફોન તથા વાહન મળી કુલ કિ.રૂ.12,00,560/-ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડ્યા છે.જામનગર એલસીબી સ્ટાફના માણસો જામનગર જીલ્લાના જોમજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા દરમ્યાન જામનગર એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના અશોકભાઇ સોલંકી, ધાનાભાઇ મોરી અને કિશોરભાઇ પરમારને મળેલ હકિકત આધારે જામજોધપુર અમરાપર રોડ ઉપર પરવાડા ગામની સીમ ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે રોડ ઉપર ટાટા 407 જેના રજી નંબર જી.જે.14 એકસ 8778 માંથી મુબારખ ગુલામભાઇ સાંધ હોથી જુનાગઢ, મેરામભાઇ ખુદાભાઇ રાડા રહે, પોરબંદરવાળાના કબ્જાના વાહનમાંથી ઇંગ્લીશ દારૂના પાઉચ નંગ-7008 કિ.રૂ.4,90,560 તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.- 10,000 તથા ટાટા 407 વાહન કિ.રૂ.7,00,000/-મળી કુલ કિ.રૂ.-12,00,560/-ના મુદામાલ સાથે બને ઇસમો મળી આવતા મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે દારૂ સપ્લાયર ધીરેન કારીયા રહે.જુનાગઢ વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે
આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ચૌધરીની સુચનાથી પીએસઆઈ આર.કે.કરમટા તથા એસ.પી.ગોહિલ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, તથા પોલીસ હેડ કોન્સ નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, ધમેન્દ્રસિંહ ડી. જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, તથા પોલીસ કોન્સ ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે