આ વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે તેવી છે આગાહી 

વધુ એક વખત આવી છે આગાહી 

આ વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે તેવી છે આગાહી 
file image

Mysamachar.in-અમદાવાદ:

ગુજરાતમાં વિધિવિત ચોમાસાનું આગમન થઈ ગયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાલ સારો એવો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે વધુ એક વખત આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ તરફથી રાજ્યમાં સામાન્ય વરસાદની તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો છે.

હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ સામાન્યથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના ડારેક્ટર ડૉક્ટર મનોરમાં મોહંતીએ જણાવ્યું હતું કે, "આજે અને કાલે અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. પાંચ દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. એકથી બે જગ્યાએ આજે અને કાલે ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ બનેલું રહેશે. સાંજે અને રાત્રે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી."