પૂનમબેન સામે મુળુ કંડોરીયા અને રાઘવજી સામે જયંતિ સભાયાએ ભર્યું નામાંકન પત્ર

કોંગ્રેસે પણ કર્યો જીતનો દાવો

પૂનમબેન સામે મુળુ કંડોરીયા અને રાઘવજી સામે જયંતિ સભાયાએ ભર્યું નામાંકન પત્ર
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભાની બેઠક પરથી ભાજપના પૂનમબેન માડમ અને જામનગર ગ્રામ્ય બેઠક પરથી રાઘવજી પટેલે ગત તા.૨ રોજ ઉમેદવારી નોંધાવ્યા બાદ આજે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ હોય કોંગ્રેસે પણ ઓશવાળ સેન્ટર ખાતે વિશાળ સંમેલન યોજીને લોકસભાના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા અને જામનગર ગ્રામ્ય બેઠકના ઉમેદવાર જયંતિ સભાયાએ વિશાળ રેલી યોજીને કલેકટર કચેરી ખાતે પોતાનું નામાંકન પત્ર ભર્યું છે અને બંને ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે.ત્યારે આગામી ૨૩ના રોજ મતદાનના દિવસે મતદારો પોતાનો મિજાજ બતાવી ક્યા ઉમેદવાર પર પસંદગી ઉતારે છે તે જોવાનું રહ્યું.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.