રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કરી યોગ અને નેચરોપેથીને લઈને મોટી જાહેરાત

ગ્રેજ્યુએટ્સ હવેથી નોંધણી કરાવીને યોગ અને નેચરોપેથી લોકોનો ટ્રીટમેન્ટ કરી શકશે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કરી યોગ અને નેચરોપેથીને લઈને મોટી જાહેરાત
file image

Mysamachar.in-ગાંધીનગર

રાજ્યના નાયબ મુખ્યમંત્ર નીતીન પટેલે યોગ અને નેચરોપેથીને લઈને એક મોટી જાહેરાત કરી છે. જેના કારણે ઘોડા ડૉક્ટર પર લગામ ખેંચાશે. મંત્રીએ જણાવ્યું છે કે, ગુજરાત રાજયની જનતાને યોગ અને નેચરોપેથી સારવાર મળી રહે એ માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર ગ્રેજ્યુએટ્સ હવેથી નોંધણી કરાવીને યોગ અને નેચરોપેથી લોકોનો ટ્રીટમેન્ટ કરી શકશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી વેલનેસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આરોગ્યલક્ષી સુખાકારી ગુજરાતમાં વધે અને પ્રજાનું આરોગ્ય જળવાઈ રહે એ માટે રાજ્ય સરકારે હેલ્થ એન્ડ વેલનેસ ક્લિનક ચાલું કર્યા છે. તા. 8 જુલાઈ 2021ના રોજ ઠરાવ કરવામાં આવ્યો હતો. જે પ્રમાણે મહાનગર વડોદરા શહેરમાં આવેલી મોરારજી દેસાઈ નેચરોપેથી અને યોગ સાયન્સ બી.એન.વાય. એસની ડિગ્રી ધરાવતી વ્યક્તિ ગુજરાતના બોર્ડમાં પોતાનું એક રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ રજીસ્ટ્રેશન પાંચ વર્ષે રીન્યુ કરાશે. ગુજરાત રાજ્ય ખાતે 1500 રૂપિયા ફી ભરીને પોતાનું પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જે-તે સ્નાતક વ્યક્તિ પોતાના અભ્યાસક્રમ મુજબ યોગ અને નેચરોપેથીની પ્રેક્ટિસ કરી શકશે એવું નીતીન પટેલે જણાવ્યું હતું.