દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ, 9 યુવતી અને 11 પુરુષોની ધરપકડ

મોટા પાયે દરોડા

દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ, 9 યુવતી અને 11 પુરુષોની ધરપકડ

Mysamachar.in-પાટણઃ

ઝગમગાટ કરતાં શહેરમાં બંધ બારણાના અંધારામાં ચાલતાં દેહવિક્રયના ધંધા પર પાટણ પોલીસે અચાનક દરોડા પાડ્યા હતા. પાટણ શહેર પોલીસને છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ગેસ્ટ હાઉસમાં મોટાપાયે દેહવ્યાપાર ચાલતો હોવાની ફરિયાદ મળી હતી, જેના આધારે પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી વિવિધ ગેસ્ટ હાઉસમાં દરોડાની કામગીરી હાથ ધરી હતી. જેમાં પોલીસની ટીમે હાઉસ, વ્રજ પેલેસ ગેસ્ટ હાઉસ અને હાંસાપુર નજીક રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. મહિલા પોલીસ સહિત વિશેષ ટીમે આ દરોડા કામગીરી દરમિયાન કુલ 9 મહિલા અને 11 પુરુષને ઝડપ્યા હતા. જ્યારે બે આરોપીઓ ફરાર હોવાનું કહેવામાં આવ્યું છે. જો કે આ દરમિયાન વ્રજ પેલેસ ગેસ્ટ હાઉસમાંથી દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી, જેને કબ્જે લઇ તપાસ હાથ ધરી છે.