કાલાવડના નિકાવામાં મહિલા સરપંચ પદ અનામત, પૂર્વ સરપંચના પત્ની અને તાલુકા પંચાયત સદસ્યના પત્ની મેદાનમાં

પૂર્વ સરપંચ રાજેશ મારવીયાના પત્ની મીનાબેન પણ ચુંટણી મેદાનમાં

કાલાવડના નિકાવામાં મહિલા સરપંચ પદ અનામત, પૂર્વ સરપંચના પત્ની અને તાલુકા પંચાયત સદસ્યના પત્ની મેદાનમાં

Mysamachar.in-જામનગર:

આવતીકાલે ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાવવા જઈ રહી છે, નાના-નાના ગામમાં પણ એડીચોટીનું જોર સતા કબજે કરવા માટે લાગતું હોય છે, ત્યારે જામનગર જીલ્લામાં પણ ચુંટણીનો માહોલ બરોબરનો જામ્યો છે, ત્યારે વાત જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામની કરવામાં આવે તો આ ગામમાં પણ અન્ય ગ્રામ પંચાયતોની જેમ ચૂંટણી જંગ જામ્યો છે આ ગામની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ અને કોંગ્રેસ પ્રેરિત પેનલનો ચૂંટણી સંગ્રામ જામ્યો છે.અને કોણ બાજી મારશે તેનો નિર્ણય તો મતદારોએ જ કરવાનો છે.જો કે મતદારો હવે હોશિયારી વાપરે છે દરેક કામોના વ્યક્તિગત, ઉમેદવારોના લેખાજોખા કરે છે અને બાદમાં મતો આપતા હોય છે, પછી ભલેને ચુંટણી કોઈપણ હોય...ત્યારે આ ગામમાં પણ અત્યાર સુધી શું થયું અને હવે કોણ શું કરી શકશે તે તમામ બાબતોનો ક્યાસ મતદારો કાઢીને આવતીકાલે પોતાને યોગ્ય લાગે તે ઉમેદવારને મત આપશે.

નિકાવા ગ્રામ પંચાયતમાં આ વખતે મહિલા અનામત સરપંચપદનું રોટેશન હોય ભાજપ પ્રેરિત પેનલમાંથી પૂર્વ સરપંચના પત્ની એટલે કે ગત 5 વર્ષમાં સક્રિય સરપંચ રહેલા રાજુભાઈ મારવીયાના પત્ની મીનાબેન રાજેશભાઈ મારવીયાએ ભાજપ પ્રેરિત પેનલમાંથી સરપંચ પદની ઉમેદવારી નોંધાવી છે.તો સામે કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી સરપંચ પદના ઉમેદવાર તાલુકા પંચાયતના સદસ્યના પત્ની જયાબેન રાઘવજીભાઇ તાળાએ સરપંચપદની ઉમેદવારી નોંધાવી છે. ગત પાંચ વર્ષ સક્રિય સરપંચ રહી ચૂકેલા રાજેશભાઈ મારવિયા કરેલા વિકાસના કામોને લીધે નિકાવા ગામના મહિલા સરપંચ પદ માટે મીનાબેન રાજેશભાઈ મારવીયાને સરપંચ પદનું સુકાન સંભાળશે તેવી ગામમાં ચર્ચાઓ સાંભળવા મળે છે.અને હાલ પ્રવાહ પૂર્વ સરપંચ રાજેશભાઈના પત્ની મીનાબેન તરફે વધુ હોય તેવું ગ્રામજનોની વાતો-વાતોમાં સાંભળવા મળે છે.ત્યારે સામે પક્ષે કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્ય રાઘવજીભાઇ તાળાના પત્નીએ પણ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે ત્યારે તાલુકા પંચાયતના સદસ્યના પત્ની પણ સરપંચ પદ માટે અને ગ્રામ પંચાયતનું સુકાન મેળવવા માટે એડીચોટીનું જોર લગાવે તે સ્વાભાવિક છે.

-આ રીતની છે નિકાવાની સ્થિતિ 
નિકાવા ગામમાં 2 સરપંચ પદના ઉમેદવારો તેમજ કુલ વોર્ડની સંખ્યા 10 આવેલી છે અને ગ્રામ પંચાયતના 18 સભ્યો ચૂંટણી લડી રહ્યા છે જેમાં એક ગ્રામ પંચાયતના સભ્યોની બેઠક બિનહરીફ થઈ હતી જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય સહિત કુલ 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, ગામમાં 8 હજાર લોકોની વસ્તી ધરાવતું ગામ છે.જેમાં મતદારોની સંખ્યા 4097 જેટલી છે ગામમાં પટેલ, બ્રાહ્મણ, કુંભાર ભરવાડ,દલિત,મોચી,સુથાર, મુસ્લિમ સહિતના લોકો વસવાટ કરે છે જેમાં સૌથી વધારે પટેલ જ્ઞાતિની વસ્તી છે, તો આ વખતે મહિલા સરપંચ પદના બન્ને મહિલા ઉમેદવારો પટેલ સમાજમાંથી જ આવે છે.

-ગત 5 વર્ષમાં આ કામોથી લોકોને સંતોષ
નિકાવા ગામમાં રસ્તાઓ પર પેવર બ્લોકનું હવે  થોડું ઘણું બાકી છે, જ્યારે સ્ટ્રીટ લાઈટનું કામ પણ 50 ટકા પૂર્ણ થઇ ગયું છે પાણીની સુવિધા ઉપલબ્ધ છે તેમજ  ભૂગર્ભ ગટરનું કામ ગામમાં પૂર્ણ થઇ ગયું છે, જ્યારે નિકાવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામજનોને ગામના રોડ રસ્તા પાણી જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ આરોગ્ય કેન્દ્ર પણ છે પશુ દવાખાનું પણ બનાવવામાં આવ્યું છે 

-હવે આવનાર નવી બોડી પાસે ગ્રામજનોની આવી છે અપેક્ષા 
નીકાવાના ગ્રામજનોની મુખ્ય માગણીની વાત કરીએ તો નિકાવા ગામ આજુબાજુના 25 ગામને જોડતું એક મોટું ગામ છે જ્યારે ગામમાં એક આરોગ્ય કેન્દ્ર પીએચસી સેન્ટરની જરૂરિયાત છે તેમજ હાઈસ્કૂલ માટેની પણ જરૂરિયાત છે તેવી ગામલોકોની સરપંચપદના ઉમેદવારો પાસે માગણી છે જ્યારે હવે એ જોવાનું રહ્યું કે બંને ઉમેદવારો ગ્રામજનોને મુખ્ય માંગણી પૂરી કરવાનો વિશ્વાસ કેવી રીતે મેળવે છે અને કોણ સરપંચનો તાજ મેળવશે તે તો ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ જ ખ્યાલ આવશે.