જામનગરના નવા ભળેલા વિસ્તારો વીજળી માટે હજુ ગામડામા...!

ઢગલાબંધ ફરિયાદો…

જામનગરના નવા ભળેલા વિસ્તારો વીજળી માટે હજુ ગામડામા...!

Mysamachar.in-જામનગર:

જામનગરનો વિસ્તાર ૩૪  ચો.કી.માંથી ૧૩૨ ચો.કીમી થઇ ગયો એટલે કે આ વિસ્તારો જે ઉમેરાયા તે શહેર બની ગયા શહેરનો હિસ્સો બની ગયા પરંતુ વીજળીની બાબતે આ દરેક વિસ્તારો હજુ ગામડા જ છે., એક તરફ વિભાપર સુધી થી નાઘેડી સુધી અને દરેડ સુધી એવી જ રીતે મોરકંડાના વિસ્તાર સુધી તેવી જ રીતે બેડી ઢીચડા સુધી વગેરે ખુબ જ વિસ્તારો જામનગરમા ઉમેરાયા અને શહેરનો વ્યાપ વધ્યો આ વિસ્તાર વધ્યા તે સીમાંકન હેઠળ જુદા-જુદા વોર્ડમા સમાવિષ્ટ થયા પરંતુ આ નવા ઉમેરાયેલા વિસ્તાર પહેલા તો જામનગર નજીકના ગ્રામ્ય વિસ્તારો હતા માટે ત્યા જ્યોતિગ્રામ ફીડરો હતા અને મોટાભાગના વિસ્તારોમા હજુ જ્યોતિગ્રામ ફીડરો છે,

-છ-છ વર્ષ સુધી લાઇન ન નંખાય તે કેવી સંવેદનશીલતા
હાલ જ્યારે વીજ પુરવઠો જીવનનો અંગ ગણાય છે ત્યારે શહેરમા જોડાઇ ગયેલા લોકોને શુ લ્હાવો મળ્યો કે જ્યા મોટાભાગના વિસ્તારમા શહેર કક્ષાનો વીજપુરવઠો મળે તેવી વ્યવસ્થા જ ન થઇ આ કેવી સંવેદનશીલ સરકાર? પ્રાથમીક સુવિધામા બીજી સેવાની જેમ અતિ આવશ્યક વીજળી પુરતી ન મળતા જામનગરના આ લોકો તો ગામડામા જ રહે તેવો અનુભવ કરે છે કેમ કે જે.જી.વાય. ફીડર થી મર્યાદીત કલાકો જ વીજળી આવે છે તો બાકીના કલાકો આ નવા નગરજનો કેમ વિતાવતા હશે? તે પણ વિચારવા જેવો અને તંત્રની બિન ઇચ્છાશક્તિનો નમુનો છે.