શું ઈમરજન્સીમા લોહીની છે જરૂરિયાત..તો નોંધી લો આ નંબર...કોઈક દિવસ આવશે કામ..

ખીમરાણાના યુવાનોનું પ્રેરણાદાયીકાર્ય

શું ઈમરજન્સીમા લોહીની છે જરૂરિયાત..તો નોંધી લો આ નંબર...કોઈક દિવસ આવશે કામ..

mysamachar.in-જામનગર

આજના સોશિયલ મીડિયાના સમયમાં યુવાઓનો મોટાભાગનો સમય સોશીયલ મીડિયામાં જ જતો રહે છે,ત્યારે પોતાનો કીમતી સમય કોઈને મદદ માટે કરવા માટે જામનગર નજીકના ખીમરાણા ગામના યુવકો આગળ આવ્યા છે,ખીમરાણાગામ મા રહેતા ૨૫ જેટલા યુવાનોએ એકઠા થઇ ને જરૂરિયાતવાળા દર્દીઓને સમયસર બ્લડ મળી રહે તે માટે “હરી ઓમ બ્લડ ગ્રુપ”ની સ્થાપના કરી છે અને જરૂરિયાતમંદ દર્દીઓ ને લોહી પહોચાડવાનો નિર્ધાર કર્યો છે,

આ યુવાનો હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ કે પછી અકસ્માતમાં ઈજા પામનારને તાત્કાલિક લોહીની જરૂરિયાત હોય તેવા દર્દીઓને જે કોઈ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓ દાખલ હશે ત્યાં જઈ ને રક્તદાન કરશે,જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ કોઈને લોહીની જરૂરિયાત હોય તો ખીમરાણાના હરીઓમ બ્લડ ગ્રુપના ૯૯૨૪૭ ૯૩૧૮૬,૯૯૦૪૯૪૦૨૧૬,અને ૯૫૮૮૨૭૯૫૧૪ નંબર પર સંપર્ક કરવા અખબારીયાદીમાં અનુરોધ કરાયો છે