શાળાઓમાં નવરાત્રી વેકેશન રદ્દ કરવાનો સરકારનો નિર્ણય..

હવે શું  વાંચો અહી..

શાળાઓમાં નવરાત્રી વેકેશન રદ્દ કરવાનો સરકારનો નિર્ણય..
ફાઈલ તસ્વીર

Mysamachar.in-ગાંધીનગર:

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20નું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે.સાથે સાથે ગત વર્ષથી શરૂ કરવામાં આવેલું નવરાત્રી વેકેશન રદ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.આજે કેબિનેટની મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયાને જણાવ્યું હતું.અને આ વર્ષથી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણમંત્રીએ કરી છે,

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા એ કહ્યું કે આજની કેબિનેટમા બે મહત્વના નિર્ણયો થયા છે,જેમાં પહેલો નિર્ણય ઉનાળાનું વેકેશન લંબાવાનું નથી.જયારે બીજા નિર્ણયમા 2018માં નવરાત્રી વેકેશન આપવામાં આવ્યું હતું.અને આ વખતે પણ શાળાઓને નવરાત્રીનું વેકેશન આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો.જોકે આજે મળેલી કેબિનેટની બેઠકમાં નવરાત્રી વેકેશનનો નિર્ણય રદ કરી દેવામાં આવ્યો છે,કેબિનેટની બેઠકમાં આવેલી રજૂઆતો પર ગંભીર ચર્ચાવિચારણાના અંતે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હોવાનું શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.