Mysamachar.in-ગાંધીનગર
સમગ્ર દેશની નજર અત્યારે ગુજરાતના રાજકારણ પર છે, ત્યારે હાલ જ ભાજપ પ્રવક્તાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તમામ ધારાસભ્યોને મેન્ડેટ આપી દેવામાં આવ્યા છે, અને આજે બપોરે 3 કલાકે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળશે અને તે બેઠકમાં કેન્દ્રથી આવેલ નિરીક્ષકો અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના નેતાઓ હાજર રહેશે અને તે બેઠકમાં મુખ્યમંત્રીના નામની સતાવાર રીતે જાહેરાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.