GPSCના ચેરમેન નલિન ઉપાધ્યાય 

જામનગરના પૂર્વ કલેકટર અને પૂર્વ પ્રભારી છે ઉપાધ્યાય  

GPSCના ચેરમેન નલિન ઉપાધ્યાય 
file image

Mysamachar.in-ગાંધીનગર 

GPSCના નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. નલિન ઉપાધ્યાય GPSCના નવા ચેરમેન નિયુક્ત કરાયા છે. દિનેશ દાસાનો કાર્યકાળ પૂરો થતાં આજથી નલિન ઉપાધ્યાયને આ ચાર્જ સોંપાયો છે. મહત્વનુ છે કે, નલીન ઉપાધ્યાયને આજથી જ ચાર્જ સોંપાયો છે. અત્યાર સુધી નલીન ઉપાધ્યાય GPSCના સભ્ય હતા. આજ વર્ષે એપ્રિલ મહિનામાં GPSC માં મહત્વની નિમણુંક કરાઈ હતી. તેમાં નલીન ઉપાધ્યાય, આશા શાહ, અશોક ભાવસર, સુરેશ ચંદ્ર પટેલને સભ્ય તરીકે નિમણૂંક અપાઈ હતી. લાંબા સમયથી જીપીએસસીમાં આ જગ્યાઓ ખાલી પડી હતી. મહત્વનું છે કે ઉપાધ્યાય જામનગર જીલ્લાના પૂર્વ કલેકટર અને પૂર્વ પ્રભારી સચિવ રહી ચુક્યા છે.