મારા માતાપિતાએ જબરદસ્તીથી લગ્ન કરાવ્યા છે, મારે તેની સાથે નથી રહેવું...

મહિલા હેલ્પલાઇનની ટીમે પતિને બોલાવી તેની પાસે રહેલા કાગળો

મારા માતાપિતાએ જબરદસ્તીથી લગ્ન કરાવ્યા છે, મારે તેની સાથે નથી રહેવું...
symbolic image

Mysamachar.in-અમદાવાદ

આજના સમયમાં દિવસ ઉગે ને કોઈને કોઈ એવા કિસ્સાઓ સામે આવે છે જે વિચાતા પણ કરી દે છે, વાત અમદાવાદની કરવામાં આવી રહી છે, જ્યાં પણ આવો એક વિચિત્ર કહી શકાય તેવો કિસ્સો મહિલા હેલ્પલાઈન પાસે પહોચતા સામેં આવ્યો છે, શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી પરિણીતાને માતા-પિતાએ યુવક સાથે જબરદસ્તી લગ્ન કરાવ્યા હતા. જબરદસ્તીથી કરાવેલા લગ્નમાં પોતે સહમત ન હોવાથી અને પતિના ત્રાસથી કંટાળેલી પરિણીતાને છૂટાછેડા લેવા હતા. પરંતુ પતિ તેને છૂટું ન આપતા મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે બંનેને સમજાવી મરજીથી છૂટું લેવા માંગતા હોય પતિને 10 દિવસમાં છૂટાછેડાના કાગળો અને અન્ય ડોક્યુમેન્ટ પરિણીતાને મોકલી દેવા જણાવ્યું હતું.

હેલ્પલાઇને આ રીતે મહિલાને પતિ અને પિયરના ત્રાસમાંથી મુકિત અપાવી હતી. પરણિત યુવતીએ અભ્યમ હેલ્પલાઇન 181ને ફોન કરી જાણ કરી હતી કે, મારા માતા-પિતાએ જબરદસ્તી લગ્ન કરાવ્યા છે. મારા પતિ ત્રાસ આપે છે અને શારીરિક સંબંધ બાંધે છે. જેથી હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચતાં યુવતીએ જણાવ્યું હતું કે, પહેલા પતિએ સાસરીમાં ત્રાસ આપ્યો હતો જેથી છૂટાછેડા લેવા હતા પરંતુ માતા-પિતા છૂટાછેડા લેવાની ના પાડતા હતા છતાં મરજી વિરુદ્ધ છૂટું લઈ લીધું હતું. ઘરમાં રાખવી ન પડે તેના માટે સપોર્ટ પણ કરતા ન હતા.

ઘરે બજાજ ફાઇનાન્સનું કામ કરવા આવતા યુવકને પરિવારે નંબર આપી દીધો હતો. યુવકે લલચાવી ફોસલાવીને લગ્ન કરી લીધા હતા અને સાથે રહેવા લાગ્યો હતો, પરંતુ પરિણીતાને યુવક સાથે રહેવું ન હતું અને તેની કોઈ વાત માનવા તૈયાર ન હતી. 5 મહિનાથી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે જેથી તેને છૂટાછેડા લેવા છે. મહિલા હેલ્પલાઇનની ટીમે પતિને બોલાવી તેની પાસે રહેલા કાગળો અને 10 દિવસમાં છૂટાછેડા આપવાના ડોક્યુમેન્ટ મોકલી બાદમાં હેરાન પરેશાન ન કરવા અંગે બાહેંધરી લઈ પરિણીતાને મદદ કરી હતી.