ફાયરીંગના આક્ષેપ સાથે જીલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ પર ખૂની હુમલો

ભાજપના જ આગેવાન સામે આક્ષેપ..

ફાયરીંગના આક્ષેપ સાથે જીલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ પર ખૂની હુમલો

mysamachar.in-જામજોધપુર:

જામજોધપુરની ગીંગણી જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલા મહિલા સદસ્ય અને પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન ભાવનાબેનના પતિ ભરત સુરેલા પર પાટણ  નજીક તેમના વાહન પર પથ્થરમારો કરીને ખૂની હુમલાની ઘટના સામે આવી છે.બીજી તરફ ફાયરીંગ થયાની ચર્ચાને પોલીસ સમર્થન આપતી નથી.તેવામાં ગંભીર હાલતમાં ભોગ બનનાર ભરત સુરેલાને જામનગર જી.જી.હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

જામજોધપુર પંથકમાં ફાયરીંગ થયાની ચર્ચા વચ્ચે ઇન્ચાર્જ પી.આઈ. પરમારે જણાવ્યુ હતું કે,પાટણ નજીક પવનચક્કીનું કામકાજ ચાલી રહ્યું છે,જેમાં રસ્તાનો ખેડૂતોનો પ્રશ્ન હોય,ભરતભાઇ સુરેલા ખેડૂતો સાથે હતા,ત્યારે તેમના વાહન પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.ફાયરીંગ થયાના બનાવની કોઈ પુષ્ટી  પોલીસે કરી નથી 

જ્યારે ભોગ બનનાર ભરતભાઇ સુરેલાએ જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન પત્રકારોને જણાવ્યુ હતું કે,જામજોધપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને યાર્ડના ચેરમેન ભીમા દેવા ખેર તેમના સાગરીતો સાથે આવીને  હુમલો કરીને મારા વાહનને તોડફોડ કરી હતી તેમજ ફાયરીંગ કર્યાનો આક્ષેપ તેમના દ્વારા કરવામા આવ્યો છે અને ૩ રાઉન્ડ જેવુ ફાયરીંગ થયાનું સંભળાયું પછી હું બેભાન થઈ પડી ગયો હોવાનું જણાવ્યુ છે,

આમ આ બનાવ બનતા જામજોધપુર પંથકમાં ભાજપના જ આગેવાન સામે કોંગ્રેસના જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિએ ખૂની હમલાના બનાવમાં ફાયરીંગ થયાના આક્ષેપો વચ્ચે હજી સુધી ફરિયાદ  નોંધાઈ નથી ત્યારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે ત્યારે આ બનાવ થી જિલ્લાભરમાં સનસનાટી ફેલાઈ જવા પામી છે.