ખંભાળિયામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી વૃદ્ધની હત્યા...

શકદાર તરીકે એકનું નામ 

ખંભાળિયામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી વૃદ્ધની હત્યા...

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના  પીરલાખાસર ગામની સીમમાં એક વૃદ્ધની હત્યા નીપજાવવામાં આવ્યાનો બનાવ સામે આવ્યો છે, ઘટનાની પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પ્રમાણે ખંભાલીયાના પીરલાખાસર ગામે વસવાટ કરતા અલ્લારખાભાઈ હમીરભાઈ ભટ્ટી નામના વૃદ્ધ માનસીક બીમાર હોય ગામમા રખડતા ભટકતા રહેતા હોય અને તેમને શકદાર નવાઝ દેથા અથવા કોઈ અજાણ્યા ઈસમે કોઈપણ કારણોસર બોથડ પદાર્થ વડે માર મારી માથામાં તથા શરીરે જીવલેણ ઈજાઓ પહોચાડી હત્યા નિપજાવ્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.