મિત્રની પત્નીને Hi લખીને મેસેજનો મામલો મર્ડર સુધી પહોચ્યો

આ જીલ્લામાં આ રીતે બની છે ઘટના

મિત્રની પત્નીને Hi લખીને મેસેજનો મામલો મર્ડર સુધી પહોચ્યો
symbolic image

Mysamachar.in-વડોદરા

નાનો અમથો મામલો ક્યારે મોટો બની જાય ખબર ના પડે...આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે, જ્યાં મિત્રની પત્નીને વોટ્સએપ પર આવેલા ‘Hi’ મેસેજે એક યુવકનો જીવ લીધો હતો. જલારામનગરમાં રહેતા યુવકે મિત્રની પત્નીને કરેલા મેસેજ બાદ તેને સમજાવવા જતાં મેસેજ કરનાર સહિત ત્રણ યુવકોએ પતિ સાથે તકરાર કરી હતી. જેમાં છોડાવવા પડેલા યુવક પર હુમલાખોર ત્રિપુટી પૈકી એકે ચપ્પુના ઘા ઝીંકતા ઇજાગ્રસ્ત યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ખોડિયારનગર પીળા વુડાના મકાનમાં રહેતો 28 વર્ષના કમલેશ માળી મજૂરી કામ કરતો હતો.

કમલેશના મિત્ર ભપેન્દ્ર પટેલની પત્ની રૂપાબેનના વોટ્સએપ પર જલારામનગરમાં રહેતા કૌશિક દરબારે ‘હાય હાય’ મેસેજ કર્યો હતો. જેના કારણે શનિવારે ભુપેન્દ્ર પટેલ કમલેશને લઈને કારેલીબાગ જલારામનગરમાં કૌશિક દરબારને સમજાવવા ગયો હતો. તે સમયે ભુપેન્દ્ર પટેલ અને કૌશિક દરબાર, કલ્પેશ દરબાર અને નટવરસિંહ દરબાર વચ્ચે તકરાર થતા મામલો બીચકતાં કમલેશ માળી છોડાવવા વચ્ચે પડતા કલ્પેશ દરબારે કમલેશના શરીર પર ચપ્પુના પાંચ ઘા માર્યા હતા ગંભીર ઇજા થતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હાથીખાનામાં કમલેશ મજૂરી કામ કરતો હતો. જ્યારે પત્ની અનસૂયા ઉર્ફે પાયલબેન હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. બે વર્ષ પહેલા જ કમલેશ અને પાયલબેનના પ્રેમ લગ્ન થયા હતા.