Mysamachar.in-જામનગર:
જામનગર નજીક આવેલ દરેડ ગામમાં એક ગર્ભવતી મહિલાની હત્યાની ઘટના સામે આવતા પંચકોશી બી ડીવીઝન પોલીસ એલસીબી સહિતનો કાફલો સ્થળ પર દોડી જઈ અને તપાસ આરંભી છે, જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ જામનગર દરેડ એફસીઆઈ ગોડાઉન પાછળ એક મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે, જાણવા મળતી વિગતો મુજબ ભૂમિસિંહ નામની આ પાંત્રીશ વર્ષીય મહિલા ગર્ભવતી હતી અને તેના પેટમાં બાળક ઉછરી રહ્યું હતું એવામાં આ મહિલાની કોને ક્યાં કારણોસર હત્યા નીપજાવી છે તે તપાસ માટે ખુદ ગ્રામ્ય ડીવાયએસપી કુનાલ દેસાઈ, પંચકોશી બી ડીવીઝન પીએસઆઈ સી.એમ.કાંટેલિયા અને એલસીબીની ટીમો કામે લાગી છે.