Mysamachar.in-જામનગર
જામનગર નજીક આવેલ દરેડ ગામે ગતસાંજે એક ગર્ભવતી નેપાળી મહિલાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાનો મામલો સામે આવતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી એન છાનબીન કરતા અંતે આ હત્યા લુંટના ઈરાદે થઇ હોવાનું કારણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. દરેડ સી.એન.જી.પંપની પાછળના ભાગે ગોડાઉન ઝોન સર્વે નંબર-45 મા પ્લોટ નંબર-96 વિજયભાઈ લાધાભાઈ રૈયાણીના પ્લોટમા વસવાટ કરતા નેપાળી ઈન્દ્રબહાદુર ઉર્ફે રાજુ નરબહાદુર બદુવાલ પોતાની પત્ની સાથે વસવાટ કરતા હતા.
ઇન્દ્રબહાદુરના ગર્ભવતી પત્નિ ગોડાઉન ઝોનમા આવેલ શેડના રહેણાંકે હાજર હતી ત્યારે કોઈપણ અજાણ્યા ઈસમએ ચોરી લુંટ કરવાના ઈરાદે શેડમા ગેરકાયદેસર પ્રવેશ કરી રહેણાંકે હાજર ભુમીશાહી ઉર્ફે અંજુ ઈન્દ્રબહાદુર બદુવાલ વાળીને માથાના ભાગે તેમજ નાક તથા કપાળના ભાગે બોથડ હથિયારથી તથા બંને હાથમા હથેળી તથા આંગળીઓમા તિક્ષ્ણ હથીયારથી ઘા મારી ગંભીર ઈજાઓ કરી મોત નીપજાવી તથા ઘરમા લોખંડના કબાટમા રાખેલ અંદાજે રોકડા 3000 તથા મરણજનારનો સેમસંગ કંપનીનો મોબાઇલ મળી કુલ રૂપીયા 9000 ના મુદ્દામાલની લુંટ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
-પોલીસ માટે કદાચ CCTV બનશે મહત્વની કડી
આ કેસમાં ગતસાંજે જ પોલીસને હાથ એક શંકાસ્પદ ઇસમના CCTV હાથ લાગ્યા છે, માટે પોલીસ તેને ધ્યાને રાખી અને તે દિશામાં આગળ વધી રહી છે, કદાચ એવું બને કે આ કેસનો ભેદ ઉકેલવામાં અને આરોપી સુધી પહોચવામાં CCTV પોલીસ માટે મહત્વની કડી બનશે તેવું જાણવા મળે છે તે દિશામાં પોલીસ આગળ ધપી રહી છે.