એક જ પરિવારના ૪ સભ્યોની ઘાતકી હત્યા..

પૈસાની લેવડ-દેવડનું કારણ...  

એક જ પરિવારના ૪ સભ્યોની ઘાતકી હત્યા..

Mysamachar.in-બનાસકાંઠા:

બનાસકાંઠાના લાખણીના કુડા ગામે એક જ પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરી નાંખવામાં આવ્યાની ઘટના સામે આવી છે.ચૌધરી પટેલ પરિવારના પાંચ સભ્યોમાંથી ૪ લોકોની ઘાતકી  હત્યા નિપજાવાઇ છે,રાત્રીના સમયે ઘટેલી ઘટનામાં  કરશન ભાઈ ચૌધરીના પરિવારની હત્યા કરવામાં આવી છે. ગામલોકોએ પોલીસને જાણ કરીને ઘટનાની માહિતી આપી હતી.

હત્યારાઓએ  ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે,માનવામાં આવી રહ્યું છે કે,હત્યારાઓએ હત્યા નિપજાવ્યા બાદ ઘરની દિવાલ પર લખ્યું છે કે ૨૧ લાખની ચુકવણી ન કરતા આ ઘટનાને અંજામ આપ્યો છે.આ ઘટનામાં માતા અણવી ઉકાજી પટેલ,ઉકાજી પટેલ,પુત્ર સુરેશ પટેલ,પુત્રી અવની પટેલનું મૃત્યુ થયું છે જ્યારે કરશન ચૌધરી પટેલની સારવાર થઈ રહી છે.

ઘટના બાદ સ્થળ પર દોડી આવેલ પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે, જોકે, દિવાલ પર કાળા કલરના ચોક અથવા તો કોલસાથી લખવામાં આવ્યું છે કે ૨૧ લાખ રૂપિયાની બાકી રકમ ન ચુકવતા હત્યા કરવામાં આવી છે,ઘરના ફળિયામાં સુતેલા એક પુરૂષ અને ઘરની અંદર સુતેલા મહિલા અને બે બાળકોની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે,આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.