જામનગર:ડેન્ટલ કોલેજ નજીક યુવકની હત્યા..

તપાસનો ધમધમાટ...

જામનગર:ડેન્ટલ કોલેજ નજીક યુવકની હત્યા..

Mysamachar.in-જામનગર:

જામનગરમાં ડેન્ટલ કોલેજના પાછળના ભાગે જુના જીમખાનામાં મુકેશ પાટડીયા નામના ૨૨ વર્ષીય યુવકની હત્યાનો બનાવ આજે સવારે સામે આવ્યો છે,ડેન્ટલ કોલેજની બહાર પોતાના ભાઈની ચાની કીટલીમાં કામ કરતો હોવાનું સામે આવી રહ્યું છે,મૃતકને બોથડ પદાર્થના ઘા ઝીકિ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે,પોલીસ ડેન્ટલ કોલેજમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાની સહિતની તપાસ કરી યુવકના હત્યારા કોણ છે,તેને શોધવા કવાયત તેજ કરી છે.