મિત્રની પત્ની સાથે અનૈતિક સંબંધનો ક્યાં આવ્યો કરુણ અંજામ

નવીન પાંડવની આંખ આરોપી ઘનશ્યામ ની પત્ની કાજલ સાથે મળી જતા બને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો..

મિત્રની પત્ની સાથે અનૈતિક સંબંધનો ક્યાં આવ્યો કરુણ અંજામ

આજના સમયમાં પતિપત્ની સિવાય અન્ય  સ્ત્રી કે પુરુષ સાથે અનૈતિક સબંધો રાખવા ના કરુણ અંજામ ના કેટલાય કિસ્સાઓ આપને અવારનવાર સાંભળવા જોવા જાણવા મળતા હોય છે...પણ છતાં આવા કિસ્સાઓ નો  સીલસીલો જાણે અટકવાનું નામ લેતો નથી...અને અંતે અનૈતિક સબંધોમાં કરુણ અંજામ ના કેટલાય કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાતા રહે છે...

આવી જ એક ઘટના જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામે પણ બની...નવીન લખુભાઈ પાંડવ નામનો ખેતીકામ કરતો યુવક ગતરાત્રીના પોતાની વાડીએ આવેલ ઓરડીમાં નિત્યક્રમ મુજબ સુતેલો હતો..ત્યારે ઘનશ્યામ મેરાણી અને અન્ય અજાણ્યા ઇસમો એ નવીન ની તીક્ષ્ણ હથિયારો ના ઘા ઝીંકી ને હત્યા નીપજાવી...જે બાદ મૃતક નવીન ના ભાઈ ને બનાવની જાણ થતા તે પણ ઓરડી ખાતે દોડી ગયો તો ત્યાં લોહીથી લથબથ નવીન જમીનમાં નીચે પડેલો  જોવા મળતા જ મૃતક ના ભાઈ ભરત પાંડવ એ લાલપુર પોલીસને આ અંગે જાણ કરતાં લાલપુર પોલીસ મથકના પીએસઆઈ પી.વી.રાણા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ અને બનાવ અંગે તપાસ હાથ ધરતા પોલીસને પ્રાથમિક તપાસમાં નવીનની હત્યા પાછળ અનૈતિક સબંધો જવાબદાર હોવાનું સામે આવ્યું...

મૃતક નવીન પાંડવ ભણગોર ગામમાં જ રહેતા ઘનશ્યામભાઈ કચરાભાઈ મેરાણી સાથે આજથી આશરે દોઢેક વર્ષ પહેલા મકાનની રીપેરીંગ ની  કામગીરી દરમિયાન આરોપી ઘનશ્યામ સાથે સંર્પકમાં આવ્યો હતો... અને મૃતક નવીન અને ઘનશ્યામ વચ્ચે મિત્રતા ના સબંધો બંધાયા હતા..અને બને મિત્રો એકબીજાને ઘરે આવનજાવન કરતાં એવામાં નવીન પાંડવની આંખ આરોપી ઘનશ્યામ ની પત્ની કાજલ સાથે મળી જતા બને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો...જે સબંધની જાણ થોડાસમય બાદ આરોપી ઘનશ્યામ ને પણ થઇ જતા તેને મૃતક નવીન ને આવા અનૈતિક સબંધ ને લઈને પોતાની પત્ની થી દુર રહેવા  અનેકવાર સમજાવેલ  પણ નવીન ના સમજતા અંતે પોતાની પત્ની સાથે પ્રેમસબંધ રાખનાર નું કાસળ કાઢી નાખવા ઘનશ્યામ એ પ્લાન ઘડી કાઢ્યો અને કાલે જયારે નવીન પોતાની ઓરડીની છત પર સુતો હતો ત્યારે તેના શરીર પર ઉપરાછાપરી તીક્ષ્ણહથિયારો ના ઘા ઝીંકી અને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા વધુ એક અનૈતિક સબંધનો પણ નવીનના મોત સાથે અંત આવી ગયો છે.. આ બનાવ એ લાલપુર તાલુકાના નાના એવા ભણગોર ગામમાં ભારે ચર્ચા જગાવી છે.

દસ દિવસ પૂર્વે બચી ગયો હતો નવીન....

નવીન જેને પ્રેમ કરતો હતો તે પરણીતા કાજલ ના પતિ ઘનશ્યામ ને સબંધોની જાણ થતા આજથી દસબાર દિવસ પૂર્વે પણ જયારે નવીન તેના ખેતર પર આવેલ ઓરડીની છત પર સુતો હતો ત્યારે પણ ઘનશ્યામ હથિયારો સાથે સજ્જ થઇ અને નવીન ને પતાવી દેવા માટે આવ્યો હતો પણ પરંતુ નવીન જાગી જતા તેને દેકારો કરી મુકતા આરોપી નાશી છૂટવામાં સફળ રહ્યો હતો..અને દસદિવસ પૂર્વે તે આ રીતે બચી જવામાં સફળ રહ્યો હતો..